અમેરિકાના પૂર્વ રાષ્ટ્રપ્રમુખ જ્યોર્જ એચ.ડબ્લ્યૂ.બુશનું ૯૪ વર્ષે નિધન

623

પૂર્વ રાષ્ટ્રપ્રમુખ જ્યોર્જ ડબ્લ્યૂ. બુશના પિતા અને યુએસના ૪૧માં રાષ્ટ્રપ્રમુખ જ્યોર્જ એચ.ડબ્લ્યૂનું ૯૪ વર્ષની વયે નિધન થયુ છે. સ્પોક્સપર્સન જીમ મેકગ્રાથે જાહેર કર્યું કે પૂર્વ રાષ્ટ્રપ્રમુખ જ્યોર્જ એચ.ડબ્લ્યૂનું નિધન ગઇકાલે એટલે શુક્રવારે રાતે ૧૦ કલાકે થયું હતું. બુશ સિનિયર પૂર્વ રિપબ્લિક પ્રમુખ જ્યોર્જ ડબ્લ્યૂ બુશ અને ફ્લોરિડાના પૂર્વ ગવર્નર જેબ બુશના પિતા છે. જૂનિયર બુશ બે ટર્મ માટે અમેરિકાના પ્રમુખ પદે રહ્યા હતા.

બુશ ૧૯૮૯થી ૧૯૯૩ સુધી એક ટર્મ માટે અમેરિકાના પ્રમુખ પદે રહ્યા હતા. બુશ અમેરિકાના સૌથી વૃદ્ધ પૂર્વ રાષ્ટ્રપ્રમુખ હતાં.

મહત્વનું છે કે તેમની પત્ની બાર્બરા બુશનું નિધન આ જ વર્ષના એપ્રિલ મહિનાની ૧૭મી તારીખના રોજ થયું હતું. લગ્ન બાદ ૭૩ વર્ષ સાથે રહ્યા બાદ પૂર્વ અમેરિકન ફર્સ્ટ લેડી બાર્બરા બુશનું નિધન થયું હતું.

પત્નીના અંતિમ સંસ્કારના બીજા દિવસે અમેરિકાના ભૂતપૂર્વ રાષ્ટ્રપ્રમુખ જ્યોર્જ એચ.ડબ્લ્યૂ. બુશને ઇન્ફેક્શનને કારણે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતાં. પૂર્વ રાષ્ટ્રપ્રમુખને હાઉસ્ટન હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતાં. તેમના શરીરના લોહીમાં ઇન્ફેક્શન ફેલાઈ ગયું હતું. તે પહેલા પણ આ વર્ષની શરૂવાતમાં પણ તેમને દાખલ કરવામાં આવ્યાં હતાં.

Previous articleઅલાસ્કામાં ૭.૦ની તીવ્રતાનો વિનાશકારી ભૂકંપ,સુનામીનું એલર્ટ જાહેર
Next articleજમીન કૌભાંડ : હુડા, વોરા સામે સીબીઆઈ દ્વારા ચાર્જશીટ દાખલ