૩૦૦૦ કરોડ રૂપિયાની સંરક્ષણ ખરીદીને આખરે લીલીઝંડી મળી

671

સંરક્ષણ મંત્રાલયે બ્રહ્મોસ સુપરસોનિક ક્રૂઝ મિસાઇલ સહિત ૩૦૦૦ કરોડ રૂપિયાની સંરક્ષણ ખરીદીને લીલીઝંડી આપી દીધી છે. આમા બે સ્ટીલ્થ યુદ્ધ જહાજ માટે બ્રહ્મોસ મિસાઇલ અને યુદ્ધ ટેંક અર્જુન માટે આર્મર્ડની રિકવરી વ્હીકલ (એઆરવી)ની ખરીદી પણ સામેલ છે. ડિફેન્સ એક્વિજિશન કમિટિ (ડીએસી) દ્વારા આ મંજુરી આપવામાં આવી છે. ડીએસીની મિટિંગ સંરક્ષણ મંત્રી નિર્મલા સીતારામનના નેતૃત્વમાં યોજાઈ હતી. ઓક્ટોબર મહિનામાં જ સુરક્ષા અંગેની કેબિનેટ સમિતિએ પી ૧૧૩૫.૬ (શિપ ફોલોઓન)ની ખરીદીનો નિર્ણય કરવામાં આવ્યો હતો. ડીએસીએ બે નેવી શિપ માટે બ્રહ્મોસ મિસાઇલની ખરીદીને લીલીઝંડી આપી દીધી છે. આ નેવી શિપ રશિયામાં તૈયાર કરવામાં આવશે. સ્વદેશમાં ડિઝાઈન થનાર બ્રહ્મોસના પરિક્ષણ કરવામાં આવી ચુક્યા છે. ડીએસી દ્વારા ભૂમિ સેનામાં યુદ્ધ ટેંક અર્જુન માટે એઆરવીની મંજુરી આપી દીધી છે. એઆરવીની ખરીદીને મંજુરી આપવામાં આવ્યા બાદ આની જરૂરિયાત પૂર્ણ થઇ છે. આની લાંબા સમયથી માંગ કરવામાં આવી રહી હતી. સંરક્ષણ પ્રાપ્તિ કાઉન્સિલ દ્વારા બંને ખરીદીને લીલીઝંડી આપવામાં આવી છે. ડીએસીને સંરક્ષણ મંત્રાલયના સૌથી મોટા ખરીદી નિર્ણય લેનાર મંચ તરીકે ગણવામાં આવે છે. નિર્મલા સીતારામનના નેતૃત્વમાં યોજાયેલી બેઠકમાં જુદા જુદા પાસાઓ ઉપર ચર્ચા કરવામાં આવી હતી. આમા તમામ ટોચના અધિકારીઓ અને નિષ્ણાતો ઉપસ્થિત રહ્યા હતા. ૩૦૦૦ કરોડ રૂપિયાની સંરક્ષણ ખરીદીને મંજુરી આપવામાં આવ્યા બાદ સેનાની તાકાતમાં અનેકગણો વધારો થશે. મંત્રાલયના વરિષ્ઠ અધિકારીઓએ વિગત આપતા કહ્યું છે કે, ભારત દ્વારા એક અબજ ડોલરની કિંમતમાં બે સ્ટીલ્થની પ્રાપ્તિ કરવામાં આવનાર છે. આ ઉપરાંત આ બંને જહાજોમાં અતિઆધુનિક સુવિધા રહેશે.

બે સ્ટિલ્થ જહાજો સ્વદેશીરીતે વિકસિત કરવામાં આવેલી બ્રહ્મોસ મિસાઇલ તેમાં ગોઠવવામાં આવશે. આ જહાજોમાં બ્રહ્મોસ મિસાઇલ ગોઠવવામાં આવ્યા બાદ તેની શક્તિ અનેકગણી વધી જશે. સ્વદેશીરીતે વિકસિત કરવામાં આવેલી બ્રહ્મોસ મિસાઇલ ટેસ્ટ કરવામાં આવી ચુકી છે અને તે સુપરસોનિક ક્રૂઝ મિસાઇલ છે. અધિકારીએ એમ પણ કહ્યું છે કે, ભારતીય સેનાના મુખ્ય યુદ્ધ ટેંક અર્જુન માટે એઆરવીની પ્રાપ્તિને પણ મંજુરી આપવામાં આવી છે. એઆરવીની ડિઝાઈન મુખ્યરીતે ડીઆરડીએ દ્વારા વિકસિત કરવામાં આવી છે. આને મંજુરી પણ તેના દ્વારા આપવામાં આવી છે. સેનાના મુખ્ય યુદ્ધ ટેંક અર્જુનને જાહેર ક્ષેત્રની સંરક્ષણ કંપની બીઈએમએલ દ્વારા તૈયાર કરવામાં આવનાર છે. ભારતીય સેના માટે એક પછી એક આધુનિક ખરીદી હાલના સમયમાં કરવામાં આવી રહી છે. મોદી સરકારના શાસનકાળ દરમિયાન સેનાની શક્તિને વધારવા માટે હાલના સમયમાં અનેક મોટી સમજૂતિ કરવામાં આવી છે જેમાં રાફેલનો પણ સમાવેશ થાય છે. રાફેલને લઇને દેશમાં જોરદાર હોબાળો મચેલો છે. ખાસ કરીને રાફેલની કિંમતને લઇને કોંગ્રેસ પ્રમુખ રાહુલ ગાંધીએ વારંવાર પ્રશ્નો ઉઠાવ્યા છે. મામલો કોર્ટમાં પણ પહોંચ્યો છે. જો કે, સંરક્ષણ મંત્રાલય દ્વારા એક પછી એક ખરીદીને મંજુરી આપવામાં આવી છે.

Previous articleજાપાન, અમેરિકા, ભારતનો મતલબ જીત થાય છે : મોદી
Next articleવલભીપુર ન.પા. દ્વારા સ્વચ્છતા સર્વેક્ષણ