વલભીપુર નગરપાલિકા દ્વારા સ્વચ્છતા સર્વેક્ષણ – ર૦૧૯માં રેટીંગ મેળવવાની હાથ ધરાયેલી કવાયતના ભાગરૂપે ઠેર-ઠેર સફાઈ ઝુંબેશન ચલાવાઈ રહ્યું છે. અને ડોર-ટુ ડોર કચેરી ઉપાડવાની કામગીરી હાથ ધરાઈ છે જે અંતર્ગત આજે સફાઈ ઝુંબેશ સાથે પ્લાસ્ટીક વિરોધી અભિયાન ચલાવાયેલ અને લોકોને ઘેર – ઘેર જઈને પ્લાસ્ટીકના ઝબલા, ચાના કપ સહિતનો ઉપીયો ન કરવા સમજાવેલ જયારે ઉપીયોગ કરતા વેપારીઓ સામે દંડનીય કાર્યવાહી હાથ ધરી હતી.