વેજોદરીથી દાઠા નવા બનતા રોડની મુલાકાતે બાંધકામ ચેરમેન

1177

વેજોદરીથી દાઠા રોડ નવો બનાવવા માટે બે દિવસ પહેલા ખાત મુહુર્ત આગેવાનો અને બાંધકામ ખાતના ચેરમેન ગૌત્તમભાઈ ચૌહાણ દ્વારા કરવામાં આવ્યું હતું. જેમાં પ્રેસ મીડિયા અને ગામજનોએ ટકોર કરી હતી કે દર વખતે નવો રોડ ટુંક સમયમાં ટુટી જાઈ છે અને અંતરિયાળ વિસ્તારોમાં  પણ મુસાફરોને પરેશાન થાઈ છે. ત્યારે એવા અખબારોમાં અહેવાલ પ્રસારીત થતા ગ્રામજનો જનતા પણ જાગૃત થઈ ગયા હતા આજે રોડનું કામ નબળું અને હલકી ગુણવત્તાનું થઈ રહ્યું હોઈ ગામના સરપંચ અને નાગરિકોએ બાંધકામ ખાતાના ચેરમેન ગૌત્તમભાઈ ચૌહાણને જાણ કરવામાં આવતા તાકિદે ઘટના સ્થળે દોડી ગયા હતા અને તપાસ કરતા જયા જયા નબળું અને હલકી ગુણવત્તા જેવું કામ થયું હોઈ ત્યા અધિકારીઓને સાથે રાખીને ફરીથી સારૂ કામ કરવા સારો રોડ બનાવવા સુચના આપવામાં આવી હતી સાથે ગામ વિસ્તારના સરપંચો અને આગેવાનો સાથે રહ્યા હતાં.

Previous articleતળાજા  એચડીએફસી બેંકના સ્થાપના દિન નિમિત્તે રકતદાન કેમ્પનું આયોજન
Next articleકુંભણ દોશી હાઈસ્કુલ ખાતે વિશ્વ એઈડસ દિનની ઉજવણી