ખાખબાઈ ગામે યોજાયેલ સેવાસેતું કાર્યક્રમમાં અરજદારો આવ્યા નહીં

675

રાજુલા તાલુકાના ખાખબાઈ ગામે સેવાસેતુનું આયોજન તો થયું પણ અગાઉ ગ્રામસભા જેવાનો બહિષ્કાર તેવો સેવાસેતુનો પણ બહિષ્કારની જાણ સરકારને કરાઈ હોવા છતા સેવાસેતુ યોજાયો પણ એકપણ અરજદારન ફરકયો કારણ પહેલા અમારો મંજુર થયેલ પુલ બનાવો પછી ગામમાં સરકારી કાર્યક્રમ થશે. ગામ લોકોમાં રોષ.

રાજુલા નજીક ખાખબાઈ ગામે માત્ર ત્રણ કી.મી. પણ ચોમાસામાં ફરી ફરીને ર૦ કી.મી. પુલ હોવાથી થાય છે બાબતે સ્થાનિક પુલ બનાવવાની માંગથી અમરેલીથી ગાંધીનગર સુધીની રજુઆતોથી પુલ તો મંજુર થયાને એક વરસ ઉપર થવા આવ્યું પણ તંત્ર દ્વારા કોઈ કાર્યવાહી થતા ગામ લોકો ત્રાહીમામથી પ્રથમ ગ્રામસભાનો બહિષ્કારથીઅ ધિકારીઓ વિલામોએ પરત ફર્યા તો ફરી વાર નિયમ મુજબ ગ્રામસભા કરવાની નિયમથી ફરીવાર ગ્રામ સભાની તારીખ નકકી થઈ તેને હજી ૧પ- દિવસ નથી થયા તો તે ગ્રામસભાનો બહિષ્કાર ભલે અમો ગ્રામજનો વિકાસના કામોથી વંચીત રહીએ પણ પહેલા અમોને રાજુલાથી ખાખબાઈનો મંજુર થયેલ પુલ બનાવો પછી ગામમાં સરકારી કામો થશે તેવો સજ્જડ નિર્ધારની અરજી તાલુકા પંચાયત દ્વારા રાજય સરકારમાં તાલુકા પંચાયત સદસ્ય કરશનભાઈ કળસરીયા દ્વારા કરાયેલ તો પાછો ખાખબાઈ ગામમાં સરકાર દ્વારા સેવાસેતુનું આયોજન કર્યુ અને અધિકારીઓ આવ્યા કરશનભાઈ સહિત ગામજનોએ આવકાર્યા સાચવ્યા અને શરમે ધર્મે સેવાસેતુ કાર્યક્રમ યોજાયો તો ખરો પણ એકપણ અરજદાર સેવાસેતુ કાર્યક્રમમાં તો ખાખબાઈનો આવ્યો કે તો કોઈ નિયમ મુજબ કે આઠ ગામોમાંથી કોઈ પણ અરજદાર આવ્યો અધિકારીઓને પ્રેમથી સાચવી અને પુલની રજુઆત ફરી પાછી કરીને સેવાસેતુ પુર્ણ જાહેર કરાયો.

Previous articleસિહોરના બ્રાહ્મણ શેરીમાં આગ ધરવખરી ખાક થઈ
Next articleલાઠી પ્રાંત કચેરી ખાતે સંકલનની બેઠક યોજાઈ