બોટાદ પોલીસે દુષ્કર્મના આરોપીનો સ્કેચ જાહેર કર્યો

900

બોટાદ શહેરના હિફલી વિસ્તારમાં રહેતા અને હીરામાં કામ કરી પોતાના પરિવારનું ગુજરાન ચલાવતા ગરીબ પરિવારની ૬ વર્ષની માસુમ બાળા સાથે બે દિવસ પહેલા પતંગની લાલચ આપી અજાણ્યા શખ્સ દ્વારા બાળકીને ઝાડી વિસ્તારમાં લઈ જઈ તેના પર દુષ્કર્મ આચરેલ ત્યારે બાળકીને ગંભીર હાલતે બોટાદની સરકારી હોસ્પિટલમાં અને વધુ સારવાર માટે ભાવનગર ખસેડવામાં આવેલ.ત્યારે બોટાદ પોલીસ દ્વારા અજાણ્યા શખ્સ સામે  દુષ્કર્મનો ગુન્હો નોંધી તપાસ હાથ ધરેલ.

આજે બોટાદ ડી.વાય.એસપી રાજદીપસિંહ નુકમ દ્વારા પત્રકાર પરિષદ યોજવા માં આવી હતી.જેમાં પોલીસ દ્વારા આરોપી નો સ્કેચ જાહેર કરવામાં આવ્યો હતો.અને જે કોઈ લોકોને આરોપી ની જાણ થાય તો બોટાદ પોલીસ ને જાણ કરવા અનુરોધ કર્યો હતો.હાલ બોટાદ પોલીસ દ્વારા જિલ્લા માં અલગ અલગ ટિમો બનાવી તપાસ હાથ ધરી છે

બનાવને લગતી કોઈ માહિતી તમારી પાસે હોય તો બોટાદ પોલીસ સ્ટેશન અથવા બોટાદ જીલ્લાના કોઈ પણ પોલીસ સ્ટેશનનો સર્પક કરવા બોટાદ પોલીસ દ્રારા અનુરોધ કરવામાં આવે છે.

Previous articleતળાજા ફોરેસ્ટ કચેરીના વનપાલ પંડયાનો વિદાય સમારોહ યોજાયો
Next articleIMA દ્વારા પત્રીકા વિતરણ