ગુજરાત વિધાનસભાની ચૂંટણીને સ્વતંત્ર અને નિષ્પક્ષરીતે પાર પાડવા તમામ પગાલ લેવામાં આવી રહ્યા છે. એકબાજુ રાજ્યમાં બીજા તબક્કા માટે ઉમેદવારીપત્ર ભરવાની પ્રક્રિયા જાહેરનામુ ૨૦મી નવેમ્બરના દિવસે જારી કરવામાં આવ્યા બાદ શરૂ થઇ ચુકી છે. બીજી બાજુ પ્રથમ તબક્કાની ૮૯ બેઠકો માટે કુલ ૧૭૦૩ ઉમેદવારોએ ઉમેદવારી નોંધાવી હતી. પ્રથમ અને બીજા તબક્કાની ચૂંટણી માટે ખર્ચ તથા સામાન્ય નિરીક્ષકોને મળીને ૧૯૧ નિરીક્ષકો ગોઠવવામાં આવ્યા છે. હજુ સુધી રાજ્યના ૫૬૪૩૯ હથિયાર પરવાનેદારો પૈકી ૫૦૫૮૯એ પોતાના હથિયાર જમા કરાવ્યા છે. રાજયમાં આગામી માસમાં ૯ તેમજ ૧૪ ડિસેમ્બર એમ બે તબકકામા રાજય વિધાનસભાની સામાન્ય ચૂંટણી માટે મતદાનની પ્રક્રીયા હાથ ધરવામા આવનાર છે જે દરમિયાન પ્રથમ તબકકામા જે ૮૯ બેઠકો ઉપર ૯ ડીસેમ્બરના રોજ મતદાન પ્રક્રીયા હાથ ધરવામા આવનાર છે તેના માટે કુલ મળીને ૧૭૦૩ જેટલા ઉમેદવારોએ પોતાના ઉમેદવારી પત્રો ભર્યા છે.જેમાં ભાજપે ૧૯૩ અને કોંગ્રેસે ૧૯૬ ઉમેદવારી પત્ર ભરાવ્યા છે.ડમી ફોર્મ પરત ખેંચી લેવાશે.બીજા તબકકા માટે ૧૪મી ડિસેમ્બરના રોજ જે બેઠકો ઉપર મતદાન યોજાવાનુ છે એ બેઠકો માટેનું જાહેરનામુ પ્રસિધ્ધ થતા બીજા તબકકા માટેના ઉમેદવારી પત્ર ભરવાનો પણ આરંભ થવા પામ્યો છે.રાજયમાં બે તબકકામા યોજાનારી વિધાનસભાની ચૂંટણી સમયે કરવામા આવનારા ચૂંટણી ખર્ચ અને તેના ઉપર દેખરેખ રાખવા કુલ ૧૯૧ નિરીક્ષકોને જવાબદારી સોંપવામા આવી છે.આ અંગે મળતી વિગતો અનુસાર,વર્તમાન વિધાનસભાની મુદત ૨૨ જાન્યુઆરી-૨૦૧૮ના રોજ પૂરી થઈ રહી છે આથી નવી વિધાનસભાની રચના કરવા માટે હાથ ધરવામા આવેલી ચૂંટણી પ્રક્રીયા દરમિયાન બીજા તબકકામા કુલ ૧૪ જિલ્લાની ૯૩ બેઠકો માટેની ચૂંટણી અંગે ૨૦ નવેમ્બરના રોજ જાહેરનામુ પ્રસિધ્ધ કરવામા આવ્યું છે.તે અનુસાર ઉમેદવારીપત્રો ભરવાની અંતિમ તારીખ ૨૭ નવેમ્બર રાખવામા આવી છે.ઉમેદવારીપત્ર ચકાસવાની પ્રક્રીયા ૨૮ નવેમ્બરના રોજ હાથ ધરવામા આવશે.જ્યારે ૩૦ નવેમ્બર સુધીમા ઉમેદવારીપત્ર પાછા ખેંચી શકાશે.આ અગાઉ રાજયમાં પ્રથમ તબકકામા જયા ૯ ડીસેમ્બરના રોજ મતદાન યોજાવાનુ છે તેવી ૮૯ બેઠકો માટે કુલ મળીને ૧૭૦૩ ઉમેદવારોએ પોતાના ઉમેદવારી પત્ર ભર્યા છે.દરમિયાન પ્રથમ તબકકાની ૮૯ બેઠકો માટે વિવિધ રાજકીય પક્ષો દ્વારા કુલ ૯૧૫ ફોર્મ અને અપક્ષો દ્વારા ૭૮૮ એમ કુલ મળીને ૧૭૦૩ ઉમેદવારીપત્રો ભરવામા આવ્યા છે.કેન્દ્રીય ચૂંટણીપંચ દ્વારા ગુજરાતમાં ચૂંટણીપ્રક્રીયા પર દેખરેખ રાખવા માટે પહેલા અને બીજા તબકકાની ચૂંટણી માટે ૭૯ ખર્ચ નિરીક્ષકો અને ૧૧૨ સામાન્ય નિરીક્ષકો એમ કુલ ૧૯૧ નિરીક્ષકો ફાળવ્યા છે.જેમાં પ્રથમ તબકકામાં ૫૭ સામાન્ય નિરીક્ષકો અને ૩૯ ખર્ચ નિરીક્ષકો તતા બીજા તબકકામા ૫૫ સામાન્ય નિરીક્ષકો અને ૪૦ ખર્ચ નિરીક્ષકોની ફાળવણી કરવામા આવી છે. દરમિયાન રાજયમાં ચૂંટણી પ્રક્રીયા શરૂ થઈ ત્યારથી આજદિન સુધીમાં વિવિધ સંસ્થા-અરજદારો દ્વારા આચારસંહિતા અંગેની કુલ મળીને ૬૬ જેટલી ફરિયાદો ચૂંટણીપંચને મળવા પામી છે.આ ફરિયાદો પૈકી ૩૩ ફરિયાદોનો નિકાલ કરવામા આવ્યો છે. અન્ય મામલાઓમા નિકાલ કરવાની કાર્યવાહી ચાલી રહી છે.