બોલિવુડમાં દબંગ ગર્લ તરીકે જાણીતી રહેલી અને પોતાની પ્રથમ ફિલ્મ દબંગ સાથે જ સુપરસ્ટાર બની ગયેલી અભિનેત્રી સોનાક્ષી સિંહા હાલમાં કેટલીક મોટી ફિલ્મમાં કામ કરી રહી છે. જેમાં કલંક ફિલ્મનો સમાવેશ થાય છે. આ ફિલ્મમાં તેની સાથે માધુરી દિક્ષિત, આલિયા ભટ્ટ જેવી અભિનેત્રીની સમાવેશ થાય છે. તેનુ કહેવુ છે કે કલંક નામની ફિલ્મમાં વરૂણ ધવન અને આદિત્ય રોય કપુર પણ કામ કર રહ્યા છે. આ ફિલ્મ આગામી વર્ષે ૧૯મી એપ્રિલના દિવસે રજૂ કરવામાં આવનાર છે. આગામ વર્ષે જ શરૂઆતમાં તેની ટોટલ ધમાલ પણ રજૂ કરવામાં આવનાર છે. આ ફિલ્મમાં તેની ખાસ ભૂમિકા છે. જો કે અનિલ કપુર, અજય દેવગન અને માધુરી દિક્ષિત જેવા ટોપ કલાકાર સાથે તે આ ફિલ્મમાં કામ કરીને ભારે ખુશ છે. ફિલ્મમાં ઇશા ગુપ્તા પણ કામ કરી રહી છે. સોનાક્ષી સિંહા માને છે કે બોલિવુડમાં મોટા સ્ટાર સાથે કામ કરવાની કેરિયરની શરૂઆતમાં જ તક મળી હતી જેથી તે શ્રેષ્ઠ અભિનેત્રી તરીકે ઉભરી રહી છે. સોનાક્ષી સિંહા સલમાન ખાન, અજય દેવગન અને અક્ષય કુમાર અભિનેતા સાથે ફિલ્મોમાં સતત કામ કરી ચુકી છે. જેથી તેની એક્ટિંગ કુશળતા વધી છે. સાથે સાથે આ તમામ મોટા સ્ટાર સાથે વધુ અનુભવ લેવામાં પણ તે સફળ રહી છે. સોનાક્ષી બોલિવુડમાં નંબર વન અભિનેત્રીઓમાં સામેલ રહી છે. જો કે તે નંબર ગેમમાં વિશ્વાસ રાખતી નથી. તેનુ કહેવુ છે કે મોટા કલાકારો સાથે કામ કરતી વેળા તે વધારે શિખવા પર ધ્યાન આપે છે. દબંગ ફિલ્મ બાદ તેની કેરિયર જે રીતે આગળ વધી છે તેનાથી તે ખુશ અને સંતુષ્ટ છે.