ફાસ્ટ બૉલર નુવાન પ્રદીપ અને ડાબોડી બેટ્સમેન લાહીરુ થિરીમાનેને ન્યૂ ઝીલેન્ડ સામેની આગામી ટેસ્ટ શ્રેણી માટે શ્રીલંકાની ટીમમાં પાછા બોલાવવામાં આવ્યા છે.
બે ટેસ્ટભરી શ્રેણીનો ૧૫મી ડિસેમ્બરે વેલિંગ્ટનમાં પહેલી મેચથી પ્રારંભ થનાર છે અને બીજી ટેસ્ટ ક્રાઈસ્ટચર્ચમાં હેગ્લી ઓવલ ખાતે ૨૬મી ડિસેમ્બરથી રમાશે.
પોતાના શંકાસ્પદ બૉલિંગ એકશનની ચકાસણીના અહેવાલની રાહ જોઈ રહેલા સ્પિનર અકિલા દનનજયાને બાકાત રાખવામાં આવ્યો છે. નુવાન પ્રદીપ અને ડાબોડી બેટ્સમેન લાહીરુ થિરીમાને ટેસ્ટ શ્રેણી માટે શ્રીલંકાની ટીમમાં પાછા બોલાવવામાં આવ્યા છે.
શ્રીલંકા ટીમઃ દિનેશ ચાંદીમલ (કેપ્ટન), દિમુથ કરુનારત્ને, કુસલ મેન્ડિસ, ધનનજય ડી સિલ્વા, એન્જેલો મેથ્યુઝ, રોશન સિલ્વા, નિરોશન ડિકવેલા, દાનુશ્કા ગુનાથિલાકા, લાહિરુ થિરીમાને, સદીરા સમરાવિકરમા, દિલરુવાન પરેરા, લક્ષન સન્ડાકન, સુરાન્ગા લકમલ, નુવાન પરેરા, કાસુન રજિતા, લાહિરુ કુમારા, દુશ્મન્થા ચમીરા.