એઆઈએમઆઈએમના પ્રમુખ અસાસુદ્દીન ઓવૈસીએ આજે તેલંગાણામાં જોરદાર ચૂંટણી પ્રચાર કરીને એક પછી એક સભાઓ યોજી હતી. ઓવૈસીએ સીધીરીતે કોંગ્રેસ પાર્ટી અને તેલુગુ દેશમ પાર્ટી ઉપર પ્રહાર કર્યા હતા. મલકપેટના સઇદાબાદમાં ચૂંટણી રેલીને સંબોધતા ઓવૈસીએ કહ્યું હતું કે, કોંગ્રેસ પાર્ટી હવે પોકેટમારોની ટોળકી બની ગઈ છે. રાહુલ ઉપર જનોઈધારીના મુદ્દે પ્રહારો કર્યા હતા. ઓવૈસીએ કહ્યું હતું કે જ્યારે અહીંના યુવાનોને જેલમાં પુરી દેવામાં આવ્યા હતા.
ચંદ્રાબાબુ નાયડુના કારણે લોકોના જીવન બરબાદ થઇ ગયા છે. કોંગ્રેસના લોકો પણ બચાવવા માટે આવ્યા ન હતા. જે લોકો પોતાને જનોઇધારી હિન્દુ કહે છે તે લોકો ખરેખર પોકેટમારોની ટોળકી તરીકે છે. ઓવૈસીએ કહ્યું હતું કે, રાહુલ ગાંધીને તકલીફ અંગે કોઇપણ પ્રકારની માહિતી નથી. મહેલમાં રહેનાર લોકોને કોઇપણ પ્રકારના અનુભવ નથી. આ લોકોએ ક્યારે પણ લાઠીચાર્જનો સામનો કર્યો નથી. અપમાનોનો સામનો કર્યો નથી. આવી સ્થિતિમાં તેમને અત્યાચારની માહિતી નથી.