જી-૨૦ સમિટના ભાગરુપે દ્વિપક્ષીય બેઠકોમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ સંયુક્તરીતે વૈશ્વિક સમસ્યા બની ચુકેલા આતંકવાદનો સામનો કરવા પર ભાર મુક્યો તો. મિડિયા સાથે વાતચીત કરતા વિદેશ સચિવ વિજય ગોખલેએ કહ્યું હતું કે, યુરોપિયન કમિશનના પ્રમુખ જીન ક્લાઉડ, યુરોપિયન કાઉન્સિલના અધ્યક્ષ ડોનાલ્ડ ટસ્ક અને જર્મન ચાન્સલર માર્કેલ સાથે બેઠકમાં મોદીએ આ મુદ્દા પર વિશેષરીતે વાત કરી હતી. આતંકવાદનો સામનો સંયુક્તરીતે કેવી રીતે કરી શકાય છે તે મુદ્દા પર મુખ્યરીતે ચર્ચા કરવામાં આવી હતી. મોદીએ આશા વ્યક્ત કરી હતી કે, યુરોપિયન સંઘના ડેટા નિયમો મુજબ ભારતીય કંપનીઓને પણ ડેટા પુરતા માટે સ્ટેટસ આપશે. યુરોપિયન યુનિયનના નવા નિયમ હાલમાં જ અમલી કરવામાં આવ્યા છે. વિદેશ સચિવે કહ્યું હતું કે, મોદીએ જર્મન ચાન્સલર માર્કેલ અને નેધરલેન્ડના વડાપ્રધાન માર્ક રુટ સાથે વાતચીત કરી હતી. માર્કેલ સાથેની વાતચીતમાં દ્વિપક્ષીય મુદ્દાઓની સાથે સાથે દુનિયાના મુદ્દાઓ ઉપર ચર્ચા કરી હતી. બે મહત્વપૂર્ણ અર્થવ્યવસ્થા અને રાજનીતિક સંસ્થાઓ હોવાની સાથે સાથે બંને દેશોએ દ્વિપક્ષીય, બહુપક્ષીય અને યુએનના રોલને લઇને વાત કરી હતી. નેધરલેન્ડના વડાપ્રધાન સાથેની વાતચીતમાં મોદીએ વોટર મેનેજમેન્ટ અને ક્લાઇમેન્ટ ચેંજ જેવા મુદ્દાઓના સ્થાયી ઉકેલ માટે ટેકનોલોજીના વિષય ઉપર ચર્ચા કરી હતી. મોદીએ ડચ વડાપ્રધાનની સાથે ભારતમાં ૧૦૦ વોટર વે બનાવવાના પોતાના મહત્વકાંક્ષી પ્રોજેક્ટના સંદર્ભમાં ચર્ચા કરી હતી.
આ મુદ્દા ઉપર બંને દેશોએ એકબીજાના સંપર્કમાં રહેવાની વાત કરી છે. બંને દેશોમાં મોદીએ ક્ષેત્રિય અને આંતરરાષ્ટ્રીય મુદ્દાઓ ઉપર આગળ વધવા તૈયારી દર્શાવી હતી. દક્ષિણ આફ્રિકાના પ્રમુખ રામાફોસા, આર્જેન્ટીનાના પ્રમુખ માકરી સાથે પણ વાતચીત કરી ાા આવાસ ઉપર વહેલી સવારે પહોંચ્યા હતા. ગોખલેએ કહ્યું હતું કે, પોતાના આવાસ ઉપર બોલાવીને આર્જેન્ટીનાના પ્રમુખે ભારતને ખાસ સન્માન આપ્યું છે. બંને દેશોએ મુખ્યરીતે એગ્રીકલ્ચરલ ફુડ પ્રોસેસીંગ, એગ્રો ટેકનોલોજી અને નિકાસને વધારવાના મુદ્દા ઉપર વાતચીત કરી હતી.
વેપારના મુદ્દા ઉપર પણ ચર્ચા થઇ હતી. આર્જેન્ટીનામાં ભારતીય કંપનીઓના રોકાણ અને લીથિયમ માઇન્ડ્સમાં સહકાર કરવા ઉપર પણ ચર્ચા થઇ હતી. મોદીએ આર્જેન્ટીનાના પ્રમુખને ૨૦૧૯માં ભારત આવવા માટે આમંત્રણ આપ્યું હતું. આ પહેલા દ્વિપક્ષીય બેઠકમાં જુદા જુદા દેશોના વડાઓ સાથે મોદીએ જુદા જુદા મામલાઓ ઉપર ચર્ચા વિચારણા કરી હતી.