૨૦૨૨માં ભારતના યજમાન પદે ય્-૨૦ : પીએમ નરેન્દ્ર મોદી

847

વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ કહ્યું છે કે ૨૦૨૨ની સાલમાં ભારત ગ્રુપ-૨૦ (ય્૨૦) દેશોનાં વડાઓનાં વાર્ષિક શિખર સંમેલનનું યજમાનપદ ભોગવશે.

આર્જેન્ટિનાનાં બુએનોસ આઈરેસ શહેરમાં આયોજિત જી-૨૦ શિખર સંમેલનમાં શનિવારે મોદીએ જણાવ્યું હતું કે ૨૦૨૨નું વર્ષ ભારતનું આઝાદીનું ૭૫મું વર્ષ હશે અને એ રીતે વિશેષ વર્ષ હશે એટલે એ વર્ષમાં ભારતને ય્૨૦ સમિટના આયોજન મારફત વિશ્વને આમંત્રિત કરવાનું ગમશે.

મોદીએ એમ પણ કહ્યું કે એમણે ઈટાલીને વિનંતી કરી હતી કે તમે ૨૦૨૨ની સાલને બદલે ૨૦૨૧માં ય્૨૦ સંમેલન યોજો તો અમે ૨૦૨૨માં આયોજન કરીએ. ઈટાલીએ મારી વિનંતીનો સ્વીકાર કર્યો છે, અન્ય દેશોએ પણ એનો સ્વીકાર કર્યો છે.

આમ, વડા પ્રધાન મોદીએ વિશ્વના ટોચના ૨૦ સમૃદ્ધ દેશોને ૨૦૨૨ની સાલમાં એમના વાર્ષિક શિખર સંમેલનમાં હાજરી આપવાનું અત્યારથી જ આમંત્રણ આપી દીધું છે.

પીએમ મોદીએ જાહેરાત કર્યા બાદ ટ્‌વીટ કર્યું કે, વર્ષ ૨૦૨૨માં ભારતની આઝાદીના ૭૫ વર્ષ પૂર્ણ થઈ રહ્યા છે. આ વિશેષ વર્ષમાં ભારત જી-૨૦ શિખર સમ્મેલમાં વિશ્વનું સ્વાગત કરવાની આશા વ્યક્ત કરે છે. વિશ્વની સૌથી ઝડપી ઉભરતી સૌથી મોટી અર્થવ્યવસ્થા ભારતમાં આવે. ભારતના સમૃદ્ધ ઇતિહાસ અને વિવિધતા વિશે જાણો અને ભારતના અતિથ્યનો અનુભવ કરો.

દરમિયાન, દક્ષિણ આફ્રિકાના પ્રમુંખ સીરિલ રામફોસાએ આવતા વર્ષની ૨૬ જાન્યુઆરીએ પ્રજાસત્તાક દિન ઉજવણી કાર્યક્રમ અને પરેડ કાર્યક્રમ દરમિયાન વિશેષ અતિથિ તરીકે હાજર રહેવાના ભારતે આપેલા આમંત્રણનો સ્વીકાર કર્યો છે.

ઉલ્લેખનીય છે કે, આર્થિક અને કૂટનીતિક મુદ્દાઓ માટે જી-૨૦ સમ્મેલન ખુબ જ મહત્વની સંસ્થાઓ છે. જેમાં ૨૦ દેશોનાં નાણામંત્રીઓ અને કેન્દ્રી બેંકના ગવર્નર્સનું એક સંગઠન છે. જેમાં ભારત, અમેરિકા, ફ્રાંસ, જર્મની, ઇટાલી સહિતનાં ૧૯ દેશો અને યુરોપ સંઘ પણ જોડાયેલ છે.

Previous articleવિવિધ દેશોના પ્રમુખ સાથે મોદીની ત્રાસવાદ પર ચર્ચા
Next articleમહારાષ્ટ્રની સરકારને શિરડી ટ્રસ્ટ કુલ ૫૦૦ કરોડ આપશે