આંત્રપેન્યોર બનવું તે સફળ કારકિર્દી નો શ્રેષ્ઠ વિકલ્પ વિષય પર બીબીઍ કૉલેજ ખાતે વર્કશોપ નું આયોજન

749
gandhi24112017-8.jpg

કડી સર્વવિશ્વવિદ્યાલય સંલગ્ન ગાંધીનગર,સેક્ટર-૨૩માં આવેલી બીબીઍ કૉલેજ ખાતે વિદ્યાર્થીઓ માટે વર્કશૉપનું આયોજન કરવા માં આવ્યું હતું. કોલેજ ના આચાર્ય ડો. રમાકાંત પૃષ્ટિ સાહેબ દ્વારા વિદ્યાર્થીઓ ને સમગ્ર સેમેસ્ટર માં થનાર વવિધ વર્કશોપ ઉત્સાહપૂર્વક ભાગ લઇ કૈક નવું મેળવવા તત્પર રહેવા વિદ્યાર્થીઓ ને જણાવ્યું હતું. તેમજ આજના મુખ્ય વક્તા સુરશભાઈ માલોડીયા ને કોલેજ વતી આવકાર્યા હતા. ત્યારબાદ ટ્રેનીંગ અને પ્લેસમેન્ટ કમિટી ના હેડ ડો. જયેશ તન્ના દ્વારા વિદ્યાર્થીઓ ને આજના વિષયની માહિતી આપી હતી. તેમજ સમગ્ર વ્યવસ્થા ગોઠવી હતી. ત્યારબાદ ઈડ્ઢૈંૈં ના તજજ્ઞ અધ્યાપક સુરેશ માલોડીયાને આમંત્રિત કરવામાં આવ્યા હતા.જેમણે વિદ્યાર્થીઓને સફળ આંત્રપેન્યોર બનવા માટે માર્ગદર્શિત કર્યા હતા. તેઓએ વેલ્યુ પ્રપોજીશન તેમજ સ્કેલ અબેલીટી વિદ્યાર્થીની સ્કીલ અને પેશન જેવી બાબતો પર વિસ્તૃત માહિતી આપી હતી. કઈ રીતે રિસોર્સ ઉભા થઇ શકે. તેમજ કેપિટલ કઈ રીતે મેળવી શકાય. તે અગત્ય ના મુદ્દા ઉપર વિસ્તૃત માહિતી આપી હતી. વિદ્યાર્થીઓ એ મેળવેલ જ્ઞાન અને માહિતી નું સુયોગ્ય રીતે અમલીકરણ થાય.તોજ સફળતા પ્રાપ્ત થઇ શકે તેમ વધુમાં જણાવ્યું હતું. સાથે સાથે તેમણે અનેક સફળ ઉધોગ સાહસિકો ના ઉદાહરણ આપી વિદ્યાર્થીઓ ને સમજાવ્યા હતા. તેમજ દેશ અને દુનિયાના અર્થતંત્રમાં ઉધોગ સાહસિકો નું મહત્વ પણ વિદ્યાર્થીઓને જણાવ્યું હતું. આજ ના વર્કશોપ માં કડી સર્વ વિશ્વવિદ્યાલય ના ઉઈઝ્ર સેલના સંયોજક પ્રો કૃતિ પટેલ ખાસ ઉપસ્થિત રહ્યા હતા.અને વિદ્યાર્થીઓને યુનીવર્સીટી ના ઉઈઝ્ર સેલ દ્વારા આંત્રપેન્યોર તાલીમ કાર્યક્રમ બાબતે ખુબ સુંદર માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. જેનાથી વિદ્યાર્થીઓને આ તાલીમ કાર્યક્રમમાં જોડવા માટે પ્રેરણા મળે. તેમજ આ તાલીમ કાર્યક્રમમાં શીખવવામાં આવતી બાબતોની તેમણે ઊંડાણપૂર્વક છણાવટ કરી હતી. ઉપરોક્ત તાલીમ કાર્યક્રમમાં વધુ ને વધુ વિદ્યાર્થીઓ જોડાય તે માટે  ઉપયોગી માર્ગદર્શન વિદ્યાર્થીઓ ને પૂરું પાડવા માં આવ્યું હતું.  મેનેજમેન્ટના વિદ્યાર્થીઓ સફળ આંત્રપેન્યોર બની શકે તે માટે તેમનો અભ્યાસક્રમ પણ તેમને ઉપયોગી થાય છે. જેથી તેઓએ યુનીવર્સીટી ના આ કાર્યક્રમ ને ગંભીરતાપૂર્વક લેવો જોઈએ. કાર્યક્રમમાં બીબીએ ના કુલ ૨૧૦ વિદ્યાર્થીઓ ઉપસ્થિત રહ્યા હતા. બીબીએ કોલેજ ઉઈઝ્ર સંયોજક પ્રો.માર્ગી દેસાઈ કાર્યક્રમમાં ઉપસ્થિત રહ્યા હતા. તેમજ જરૂરી માર્ગદર્શન આપ્યું હતું.
અત્રે ઉલ્લેખનીય છે કે કડી સર્વ વિશ્વવિદ્યાલય નું ઉઈઝ્ર સેલ  વિદ્યાર્થીઓ ના વિકાસ માટે  સતત અનેકવિધ પ્રવૃતિ નું આયોજન કરી રહ્યું છે. કાર્યક્રમ ના અંતે પ્રો. પ્રજ્ઞેશ નવલખા દ્વારા આભારવિધિ કરવામાં આવી હતી. સમગ્ર કાર્યક્રમ ડૉ.રમાકાન્ત પ્રસ્ટી નાં માર્ગદર્શન હેઠળ, પ્લેસમેન્ટ તેમજ ટ્રેનીંગ કમિટી ના હેડ ડો.જયેશ તન્ના, પ્રો.માર્ગીદેસાઈ તેમજ પો.પ્રજ્ઞેશ નવલખા દ્વારા સફળતા પૂર્વક યોજવા માં આવ્યો હતો.  

Previous articleશહેરમાં સમાવિષ્ટ ગમાડાઓની પાણી અને ગટરની વ્યવસ્થા મજબૂત કરાશે
Next articleધોરણ ૧૦ની પરીક્ષા માટેના ઉમેદવારોની સંખ્યામાં આ વર્ષે ઘટાડો થશે