ઉના સહિત દીવ-ગીર ગઢડાના તબીબો હડતાળ જોડાયા, ૧૪૦ હોસ્પિટલો બંધ

713

બે દિવસ પહેલા ઉનાના કાણક બરડા પાટિયા પાસે ઇનોવા કાર ક્રેઇન સાથે અથડાય હતી. જેમાં એક વ્યક્તિનું ઘટના સ્થળે મોત નિપ્જયું હતું. જ્યારે ત્રણ ગંભીર યુવાનોને ઉનાની ખાનગી ડોકટર વાઘસિયાની હોસ્પિટલ ખસેડાયા હતા. જ્યાં બે યુવકોના મોત થતા તેના પરિવારજનો અને કુંટબીજનોએ હોબાળો મચાવી દીધો હતો. ૫૦ જેટલા લોકોએ હોસ્પિટલમાં તોડફોડ કર્યા બાદ ડોકટર પર હુમલો કરી દેતા ડોકટરને રાજકોટ સારવારમાં લઇ જવાયો હતો. રાજકોટ પોલીસે રાયોટિંગનો ગુનોહ નોંધી ઉના પોલીસને તપાસ સોંપી હતી.

ઉનામાં તબીબ પર થયેલા હુમલાના તબીબ આલમમાં ઘેરા પ્રત્યાઘાત પડયા છે. શનિવારે ઉનાના તમામ ખાનગી તબીબોએ હુમલાને વખોડીયો અને જીડ્ઢસ્ અને પોલીસને આવેદન પત્ર પાઠવી કાર્યવાહીની માંગ કરી હતી. ઉનાના તમામ તબીબોએ શનિવારે હોસ્પિટલ બંધ રાખી હડતાળ કરતા દર્દીઓને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે. શનિવારથી ઉનાની ૮૦થી ૧૦૦ જેટલી હોસ્પિટલો અનિચિત કાળ માટે હડતાળ પર ઉતર્યા હતા.

ઉના બાદ રવિવારે સવારે દીવ ઉના અને ગીર ગઢડાના તમામ ખાનગી તબીબોની ઉનાની હરભોલે હોટેલ ખાતે બેઠક મળી હતી. આ બેઠક બાદ દીવ અને ગીર ગઢડાના તમામ ખાનગી તબીબો હડતાળમાં જોડાયા હતા. ડોકટરો માંગ કરી રહયાં છે કે આરોપીઓ ઉપર સખત કાર્યવાહી થાય. નહીતર આગામી સમયમાં અન્ય ડોકટરો પર પણ લોકો હુમલા કરશે. ઉના પોલીસ સામે પણ ડોકટર એસો.એ સવાલ ઉઠાવ્યો છે. હુમલા બાદ પોલીસ દ્વારા જોઈએ તેવો સહકાર ન મળ્યાનો આરોપ તબીબો લાગવી રહ્યાં છે. આમ ઉનાની ૮૦ ગિરગઢડાની ૧૫ અને દીવની ૨૩ ખાનગી હોસ્પિટલોએ તમામ સેવાઓ બંધ કરી અનિચિત કાળની હડતાળ પર ઉતર્યા છે.

Previous articleસૂરતમાં પાર્કિંગ પોલીસીને મંજૂરીઃ અન્ય શહેરોમાં પણ પાર્કિંગ પોલીસી લાગુ થશે
Next articleગાંધીનગર ખાતે વિહીપની ધર્મસભાનો ફિયાસકો, કાર્યક્રમ છોડી લોકો જતા રહ્યાં