ગાંધીનગર કુડાસણ ખાતે વીએચપીની ધર્મસભાનું આયોજન કરાયું હતું. જો કે ધર્મ સભાનો ફિયાસકો થયો હતો. નિયત સમયના એક કલાક બાદ પણ ધર્મસભાનું સ્થળ ખાલી હતું. ધર્મસભામાં ૧૫૦૦૦ લોકો હજાર રહેવાના દાવા સામે માત્ર ૮૦૦થી ૧૦૦૦ લોકો જ હાજર હતા. ચાલુ કાર્યક્રમમાંથી લોકો રવાના થયા હતા. તો સ્ટેજ પરથી પણ કેટલાક સંતો મહંતો રવાના થઈ જતા સ્ટેજ અડધો ખાલી ખાલી થઈ ગયો હતો. કાર્યક્રમ દરમ્યાન ક્ષેત્રીય સંગઠન મંત્રી ગોપાલજીએ જણાવ્યું હતું કે રામ વગર ભારત પણ નથી અને સંવિધાન પણ નથી.
સંવિધાનના પહેલા પાનામાં જ રામ ભગવાનનું ચિત્ર છે. ગાંધીજી પણ રામ રાજ્યની વાત કરતા હતા. જો કે કોંગ્રેસ ક્યારેય રામ મંદિર બનાવી શક્યું નહીં. કોંગ્રેસ પર નિશાનો સાધતા નિવેદન કર્યું હતું કે રામ મંદિરનું નિર્માણ નહેરુ પરિવારના લીધે થઇ શક્યું ન હતું. લોકો પોતાના ઘરમાં રહે છે અને અપડા ભગવાન ટેન્ટમાં રહે છે. મહા ભીયોગની વાતો કરીને કોંગ્રેસ કોને ડરાવે છે. સુપ્રીમના આદેશની તો રહા જોઇ શકાય એવું નથી. અમારો ભરોસો તો કેન્દ્ર સરકાર પર છે. જો કે આ પ્રસંગે તેમને રાહુલ ગાંધી પર પણ નિશાન સાધવાની તક જતી કરી ન હતી. રાહુલ પર નિશાનો સાધતા તેમને કહ્યું હતું કે, છેલ્લા ૨ ઇલેક્શનથી શર્ટ પર જનોઈ પેરે છે. મંદિર જાય છે. હવે ગોત્ર જણાવે છે. હિન્દૂ જાગી ગયો છે. એટલે હવે ગૌરક્ષા યાદ આવી. જજ જો નિર્ણય લે કે ના લે તેના પર ભરોસોના રખાય. બધાનો આગ્રહ છે કે સંસદમાં કાનૂન લાવવામાં આવે. ધર્મસભાથી રામ મંદિર બનાવવામાં સફળતા મુદ્દે એવો પણ વિશ્વાસ વ્યક્ત કર્યો હતો.