સૂરતમાં પાર્કિંગ પોલીસીને મંજૂરીઃ અન્ય શહેરોમાં પણ પાર્કિંગ પોલીસી લાગુ થશે

721

મુખ્યપ્રધાન વિજય રુપાણીએ સૂરત મહાનગરની સૂચિત ર્પાકિંગ પોલીસીને મંજૂરી આપી છે. સૂરત મહાનગરમાં ઝડપથી વધતી વસતી અને વાહનોના વપરાશને પરિણામે ટ્રાફિક તેમ જ ટ્રાન્સપોર્ટને લગતી સમસ્યાના નિવારણ માટે સૂરત મહાનગરપાલિકાએ આ સૂચિત ર્પાકિંગ પોલીસી અને ર્પાકિંગ બાયલોઝ રાજ્ય સરકારમાં રજૂ કર્યા હતાં.સૂરત ગુજરાતમાં વસતીના ધોરણે રાજ્યનું સૌથી મોટું બીજા ક્રમે આવતું શહેર છે. હીરા ઊદ્યોગ સહિત અન્ય ઊદ્યોગોમાં ૧૦ લાખ લોકોને રોજગાર અવસરો આપે છે. એટલું જ નહિ, આ મહાનગરના ૬પ કિ.મી. વિસ્તારમાં મ્ઇ્‌જી જનમાર્ગ રોજના ૩પ હજારથી વધુ મુસાફરો વહન કરે છે અને સાડા સાત લાખ જેટલા લોકો ઓટો/ટેક્ષી/કારમાં અવર-જવર કરે છે. છેલ્લા દસકામાં વિપુલ પ્રમાણમાં વાહન નોંધણી અને વપરાશને પરિણામે ટ્રાફિક અને ર્પાકિંગની સમસ્યાના ઉકેલ માટે રાજ્ય સરકાર ર્પાકિંગ પોલીસી માટે ગંભીરતાપૂર્વક વિચારાધીન છે.

ગુજરાતના શહેરોમાં ટ્રાફિક અને ર્પાકિંગ વ્યવસ્થાની સરળતા માટે રાજ્યવ્યાપી ઝૂંબેશ પણ રાજ્ય સરકારે હાથ ધરેલી છે. હવે, સૂરત મહાનગરમાં સૂચિત સુઆયોજિત ર્પાકિંગ પોલીસીને મુખ્યપ્રધાને મંજૂરી આપતાં મહાનગરોમાં ટ્રાફિક અને ર્પાકિંગની સમસ્યા નિવારણમાં મહત્વપૂર્ણ ડગ રાજ્ય સરકારે માંડ્‌યું છે.સૂરત મહાનગરની આ સુચિત ર્પાકિંગ પોલીસી અન્વયે રાષ્ટ્રીય શહેરી વાહન વ્યવહાર નીતિ દ્ગેં્‌ઁ ૨૦૦૬ને ધ્યાને રાખી ખાસ મહત્વના પ્રીમીયમ એરીયા અને અન્ય વિસ્તારો માટે માર્ગ પરના એટલે કે ઓન સ્ટ્રીટર્પાકિંગ માટેના દરો નિયત કરાયા છે. આ  દરોમાં અલગ-અલગ વાહનો ત્રિચક્રી, મોટરકાર, હળવા તથા ભારે વ્યાપારી વાહનો માટે સમય મુજબ દરો નક્કી કરવામાં આવ્યા છે તે જ રીતે આવા વિસ્તારો માટે ઓફ સ્ટ્રીટ ર્પાકિંગ માટેની સગવડો પણ દર વસુલ લઇને ઉપલબ્ધ કરવામાં આવશે.વાહન માલિકો પોતાના આવાસ કામકાજના સ્થળે પ્રાપ્ત ર્પાકિંગ વપરાશ માટે વાર્ષિક કે અર્ધવાર્ષિક દર ચૂકવી ર્પાકિંગ અને વપરાશની રજા ચીઠ્ઠી મેળવી શકશે, તેવી જોગવાઇ પણ આ સંચિત ર્પાકિંગ પોલીસીમાં સમાવિષ્ટ કરવામાં આવી છે.

વિશેષ ઉલ્લેખનીય એ છે કે, આ પોલીસીમાં વસૂલ કરાયેલ ર્પાકિંગ દર અને દંડની રકમ ર્પાકિંગના બાંધકામ અને જાહેર વાહન વ્યવહારની સગવડ માટે ઉપયોગમાં લેવાશે. દિવ્યાંગના આધુનિક વાહનો અને સાયકલ નિઃશુલ્ક પાર્ક થઇ શકે તથા ર્પાકિંગ પ્લાન તૈયાર કરી ‘નો ર્પાકિંગ ઝોન’ વિગેરેનું આયોજન પણ આ ર્પાકિંગ પોલીસી તહેત કરવામાં આવશે.

Previous articleઅયોધ્યામાં રામ મંદિર નહીં બને તો લોકો ભાજપ પર ભરોસો નહીં કરેઃ બાબા રામદેવ
Next articleઉના સહિત દીવ-ગીર ગઢડાના તબીબો હડતાળ જોડાયા, ૧૪૦ હોસ્પિટલો બંધ