જસદણ પેટાચૂંટણી : કોંગ્રેસે અવસર નાકિયાના નામ પર મારી મહોર, ગુરૂ-ચેલા વચ્ચે જામશે જંગ

947

આવતીકાલે જસદણ વિધાનસભાની પેટાચૂંટણીનું ઉમેદવારી પત્ર ભરવાની છેલ્લી તારીખ છે. કોગ્રેસમાંથી ઉમેદવારી માટે મુખ્યત્વે કોળી અને પાટીદાર સમાજના આઠેક આગેવાનોએ ફોર્મ ઉપાડતાં અને દાવેદારી કરતાં આ મામલે સસ્પેન્શ ઊભું થયું હતું. ત્યારે આજે સાંજે કોંગ્રેસ પ્રદેશ પ્રમુખ અમિત ચાવડાએ અવસર નાકિયાનું નામ જાહેર કર્યું છે. આ સાથે જ જસદણ બેઠકની પેટા ચૂંટણી પર કોળી સામે કોળી નેતાનો ગુરૂ ચેલાનો જંગ ફાઇનલ થઇ ગયો છે.

અવસર નાકિયા અઢી વર્ષ રાજકોટ જિલ્લા પંચાયતના ઉપપ્રમુખ તરીકે સેવા આપી ચુક્યા છે. અને હાલ તેઓ પંચાયતના સભ્ય તરીકે કાર્યરત છે. તેમજ બાવળીયા જનતાદળમાં હતા ત્યારથી જ તેઓ કોંગ્રેસ સાથે જ જોડાયેલા છે. ૨૦ વર્ષથી વધુ એક જ પક્ષ સાથે રહેલા અવસરભાઈ મૂળ વીંછીયા તાલુકાના આસલપુરના રહેવાસી છે અને તેમણે ૭ ધોરણ સુધીનો અભ્યાસ કર્યો છે. હાલમાં તેઓ કુંવરજીના શિષ્ય તરીકેની ઓળખ ધરાવે છે. ત્યારે આવનારા સમયમાં ગુરૂ-ચેલાનો જંગ નિશ્ચિત બન્યો છે. અવસર નાકિયાએ મિડિયા સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે, કુંવરજી બાવળીયા આજસુધી કોંગ્રેસના નામે ચૂંટણી લડ્‌યા હોવાને કારણે જીત્યા હતા.

Previous articleગાંધીનગર ખાતે વિહીપની ધર્મસભાનો ફિયાસકો, કાર્યક્રમ છોડી લોકો જતા રહ્યાં
Next articleનિમ્ન કક્ષાની ટીકાઓ કરવાનું કોંગ્રેસને શોભતું નથી : નીતિન પટેલ