ગુજરાત સરકાર માટે બનેલી વધુ એક શરમજનક ઘટનામાં રાજ્ય પોલીસ ભરતી બોર્ડ દ્વારા રવિવારે લેવાઈ રહેલી લોકરક્ષકની ૯,૭૧૩ બેઠકો માટેની લેખીત પરીક્ષાનું પેપર ફૂટી જતાં આ પરીક્ષા રદ કરવાની જાહેરાત કરાઈ હતી રાજ્યભરમાંથી ૯ લાખ જેટલા વિદ્યાર્થીઓ આ પરીક્ષા આપી રહ્યા હતા ત્યારે અઘણગડ વહીવટના કારણે પેપર ફૂટી જતાં આ પરીક્ષા રદ કરવાની ફરજ પડી હતી તેના કારણે રાજ્યના ૨૯ શહેરોમાં ૯ લાખ વિદ્યાર્થીઓ પરેશાન થઈ ગયા હતાં. બોટાદ જીલ્લાના રાણપુર ખાતે ધી.જન્મભુમિ હાઈસ્કુલ અને સી.એસ.ગદાણી હાઈસ્કુલ ખાતે લોકરક્ષકદળ ની પરીક્ષા હોઈ પેપર લિંક થતા આ પરીક્ષા રદ થયા ની જાહેરાત થતા જ પરીક્ષાર્થીઓમાં શોક નુ મોજુ ફળીવળ્યુ હતુ અને રીત સરના વિદ્યાર્થીનીઓની આંખ માં આંસુ આવી ગયા હતા ધી.જન્મભુમિ હાઈસ્કુલની બહાર વિદ્યાર્થીઓએ ગુજરાત સરકાર વિરોધી ભારે સુત્રોચ્ચાર કરી વિરોધ વ્યક્ત કર્યો હતો સાથે પરીક્ષાર્થીઓએ કોલ લેટર સળગાવી ને રોષ ઠાલવ્યો હતો કોઈ અનિચ્છીય બનાવ ન બને તે માટે રાણપુર પોલીસ દ્વારા ચુસ્તબંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો હતો. વિદ્યાર્થીઓએ રોષમાં આવીને કોલ લેટર સળગાવ્યા હતાં.