રાજુલાના રામપરા- ર ખાતે યોજાયેલા સેવાસેતુમાં ૧ર૮૭ અરજીઓનો નિકાલ

678

રાજુલાતાલુકાના રામપરા-ર મુકામે સેવાસેતુ રાઉન્ડ ૪નું આયોજન સફળતાથી યોજાયો જે આયોજનમાં રાજુલાના ડેપ્યુટી કલેકટર ડાભી મામલતદાર રાજુભાઈ ચૌહાણ, રાજુલા તાલુકા વિકાસ અધિકારી એન.પી.ત્રિવેદી, એ.ટી.ડી.ઓ. જયેશ મહેતા, તાલુકા હેલ્થ ઓફિસર ડોકટર કળસરીયા, વનરાજભાઈ ખુમાણ (ખાંભાવાળા) રાજુલા તાલુકા પ્રમુખ બળવંતભાઈ લાડુમોર રામપરા-રના સરપંચ છનાભાઈ વાઘ તે જાગૃત નાગરિક આતાભાઈ વાઘ, ભીખાભાઈ પિંજર અરજણભાઈ વાઘ વગેરે હાજર રહ્યા હતાં. આ આયોજનમાં વિવિધ સરકારી કચેરીના વિભાગોમાં રેવન્યુ વિભાગ શાળા વિભાગ ગ્રામ પંચાયત વિભાગ સી.ડી.પી.ઓ વિભાગ પશુવિભાગ આઈ.આર.ડી. શાખા સમાજ કલ્યાણ શાખા મિશનમંગલમ શાખા જંગલ ખાતું ટી.એ.સી. સ્ટાફના અલગ અલગ ટેબલો હતા. આ કાર્યક્રમમાં કુલ વિવિધ વિભાગો માટે ૧ર૬૧ અરજીઓ આવેલી હતી. જેમાં ર૦૦ અરજીઓ રેશનકાર્ડમાં નવા નામ દાખલ કરવા કાર્ડ અલગ કરવા નવા નામ ઉમેરવા અને નામ સુધારવા માટે આવેલી હતી. આ કાર્યક્રમમાં ૦૬ જેટલા નાના મોટા પશુઓનું સર્જરી કરવામાં આવી હતી. તેમજ ૦૮ પશુઓની સારવાર આપવામાં આવી હતી. તેમજ ૪૮૭ લાભાર્થીઓને આવકના દાખલા કાઢી આપવાની કામગીરી કરવામાં આવી હતી અને ૩ર૬ જેટલા ૭/૧ર અને ૮અના ઉતારા કાઢી આપવામાં આવ્યા હતાં. જેમાં ૧૧ જેટલી મિલકત આકારણી પણ કરવામાં આવી હતી. જેમાં ૦૯ જેટલા જાતિના દાખલા અને વૃધ્ધિ નરાધાર પેન્શન વિધવા પેન્શનની પણ ૬૪ જેટલી અરજીઓ સ્વીકારવામાં આવી આ તકે રામપરા ર કલસ્ટરના તમામ ગામડાના લાભાર્થીઓએ ઘરે બેઠા લાભ લીધેલ.

Previous articleલોકરક્ષક દળની પરીક્ષા રદ થતા રાણપુરમાં વિદ્યાર્થીએ કોલ લેટર સળગાવી વિરોધ કર્યો
Next articleભાવનગરને રેલ્વે તંત્ર દ્વારા થઈ રહેલા અન્યાય આગામી બજેટમાં દૂર કરવા કિશોર ભટ્ટની માંગ