ભાવનગર, અધેલાઈ, ધોલેરા, ભરૂચ રેલ્વે યોજના ગત બજેટમાં સામેલ છે. તે પુર્ણ રાશી સાથે યોજના અમલી કરવા તેમજ સારગમાળા અંતર્ગત ભાવનગર ઘોઘા, અલંગ શિપયાર્ડ, તળાજા, મહુવા, સોમનાથ પોર્ટ કનેકટીવિટી રેલ્વે યોજના અમલી કરવા તેમજ બોટાદ, પાળીયાદ, વિંછીયા, જસદણ, ગોંડલ, રાજકોટ જે ૧૯૮૩-૧૪માં બંધ કરી ટ્રેક કાઢી નાખેલ તે યોજના પુનઃ અમલી કરવા ધોળા, નિંગાળા સ્વામીના ગઢડા રેલ્વે યોજના બંધ કરેલ તે યોજના પુનઃ બીકીંગ યોજના અમલી કરવા.
બોટાદ, ગઢડા, ઢસા બીકીંગ યોજના સાથે ગારિયાધાર રેલ્વે સુવિધાથી વંચીત છે તેને અમરેલી, ગારિયાધાર, પાલિતાણા બીકીંગ રેલ્વે યોજનાથી જોડવા તેમજ પાલિતાણા- જેસર – બગદાણાધામ તળાજા-મહુવા રેલ્વે બીકીંગ યોજનાથી જોડવા, વલભીપુર તાલુકો રેલ્વે સુવિધાથી વંચીત છે. ધોળા- ઉમરાળા – વલભીપુર – ધોલેરા રેલ્વે બીકીંગ યોજનાથી જોડવા તેમજ ભાવનગર – વલભીપુર – સાળંગપુર – બોટાદ બીકીંગ યોજનાથી જોડવા જે ધંધા – રોજગાર ઉદ્યોગગૃહોને નવો વેગ મળશે.
ભાવનગરની જનતા નવી ટ્રેન સુવિધા માટે ભાવનગર હરદ્વારા ડેઈલી- ભાવનગર અમદાવાદ ઈન્ટરસીટી ટ્રેન, ભાવનગર- સુરત ડેીલી ટ્રેન ભાવનગર વિરમગામ ટ્રેન ભુજ સુધી લંબાવવી ભાવનગર- સોમનાથ ભાવનગર પોરબંદર ડેઈલી ટ્રેન ફાળવવા તેમજ અકસ્માત નિવાયુગ માટે રેલ્વે ક્રોસીંગ એન્ડરબ્રિજ – ઓવર બ્રિજ મંજુર થયેલે છે. તેનું કાર્ય જલ્દી શરૂ કરવા વરતેજ રેલ્વે કોશીંગ ઓવરબ્રિજ, ભાવનગર- ગઢેચી જવાહરનગર – કુંભારવાડા રેલ્વે ક્રોસીંગ અંડરબ્રિજ સિહોર ધાંધળી અંડરબ્રિજ, સિહોર – રાજકોટ બ્રિજ, પાલિતાણા શહેર રેલ્વે બ્રિજ , પાલિતાણા શહેર રેલ્વે ક્રોસીંગ ઉપરોકત મંજુર થયેલ બ્રિજનું કામ ઝડપી ચાલુ કરવા અંગે. કુંભારવાડા ભાવનગર સીટી અન્ડર બ્રિજ રીપેરીંગ સાથે પાણી નિકાલ યોજના અમલી કરવા. ભાવનગર સીટી નેશનલ હાઈવે ૮ઈ તખ્તેશ્વર જર્જરીત રેલ્વે સ્ટેશનને અકસ્માત નિવારવા ર૦૦ મીટર માર્ગ પહોળો બનાવવા પગલા ભરવા ભાવનગર જિલ્લા ભાજપના પ્રવકતા અને વંદેમાતરમ્ સેવા સંઘના કિશોર ભટ્ટ દ્વારા રજુઆત કરાઈ હતી.