એન. જે. વિદ્યાલય ખાતે શાળા આરોગ્ય તપાસણી કાર્યક્રમ કરવામાં આવેલ જેમા બાલમંદિરથી ધોરણ ૧૨ ના તમામ બાળકોની આરોગ્ય તપાસ કરવામાં આવી હતી. જેમાં જરૂર જણાય તેને પ્રાથમિક સારવાર, દવા આપવામાં આવેલ. તેમજ જેમને ઉચ્ચ સારવારની જરુર હોય તેઓને સંદર્ભ કાર્ડ ભરી ને સર.ટી. હોસ્પિટલ ખાતે મોકલી આપેલ છે. ડૉ. રુપલબેન, ડૉ.કિંજલબેન, ડૉ. ચેતનભાઈ સોલંકી તથા લેબટેક, ફાર્માસિસ્ટ, એએનએમ બેહનોએ આ તપાસણીમાં સહભાગી થયા હતા.