ભાવનગર,એલ.સી.બી. સ્ટાફનાં માણસો ગઇકાલ રાત્રીનાં અલંગ પો.સ્ટે. વિસ્તારનાં ગામડાંઓમાં નાસતાં ફરતાં આરોપીઓની તપાસ અંગે પેટ્રોલીંગમાં હતાં.
તે દરમ્યાન સથરા ચોકડીએ આવતાં પો.હેડ કોન્સ. કલ્યાણસિંહ જાડેજા તથા પો.કો. ઇમ્તીયાઝખાન પઠાણને બાતમીરાહે હકિકત મળેલ કે, તળાજા પો.સ્ટે.ના ગુન્હાનાં કામે નાસતો ફરતો આરોપી સંજય ઉર્ફે ચંદુ કાનાભાઇ હાલ-મણાર ગામની નિશાળ પાસે ચોકમાં ઉભો છે.જેથી બાતમી આધારે બાતમીવાળી જગ્યાએ આવતાં આરોપી સંજય ઉર્ફે ચંદુ હાજર મળી આવેલ.જેથી આરોપી વિરૂધ્ધ કાયદેસર કાર્યવાહી કરી તેને અલંગ પોલીસ સ્ટેશન સોંપી આપવામાં આવેલ.
આ અંગે તળાજા પોલીસ સ્ટેશનમાં ગુન્હો દાખલ થયેલ હોય.જેથી નાસતાં-ફરતાં આરોપીને તળાજા પોલીસ સ્ટેશન ખાતે સોંપવા તજવીજ કરવામાં આવેલ છે.
આમ, સગીર વયની બાળાને લલચાવી-ફોસલાવી અપહરણ કરવાનાં ગુન્હામાં છેલ્લાં દસેક મહિનાથી નાસતાં-ફરતાં આરોપીને ઝડપી લેવામાં ભાવનગર,લોકલ ક્રાઇમ બ્રાન્ચ ટીમને સફળતા મળેલ છે.