પેપર લીકમાં ફરિયાદ દાખલ કરાશે : ડીજીપી

810

લોકરક્ષક દળની પરીક્ષાના પેપર લીક મામલે પોલીસ દ્વારા હવે વિધિવત્‌ ફરિયાદ દાખલ કરવામાં આવશે અને તેમાં આકરી કલમો લાગુ કરી આરોપીઓને મહ્‌ત્તમ સજા થાય તેવા પ્રયાસો કરાશે એમ આજે રાજયના ડીજીપી શિવાનંદ ઝાએ જણાવ્યું હતું. તેમણે ઉમેર્યું હતું કે, પોલીસ ટૂંક સમયમાં જ આરોપીની ઓળખ કરી તેને પકડી લેશે કારણ કે, પોલીસને તેની માહિતી મળી ગઇ છે અને તે દિશામાં અસરકારક તપાસ ચાલી રહી છે.  તેમણે એવું પણ સ્વીકાર્યું હતું કે, સીસ્ટમમાં કયાંક ચૂક હોવાથી પેપર લીક થયું છે પરંતુ આ ચૂકનું નિવારણ કરી ભવિષ્યમાં આ પ્રકારની ઘટનાનું પુનરાવર્તન ના થાય તે માટેના પ્રયાસો અમે કરીશું અને ફુલપ્રફુ સીસ્ટમ ગોઠવીશું.

Previous articleસગીરાના અપહરણના ગુન્હામાં ફરાર આરોપીને ભાવ. એલસીબીએ ઝડપી લીધો
Next articleપરીક્ષાર્થીઓને ૧૦ હજારનું વળતર આપો : શંકરસિંહ