ભાજપનું સાહિત્ય ખેસ કોણે કચરા ટોપલીમાં પધરાવ્યું ?

711
gandhi24112017-9.jpg

ગાંધીનગર શહેર ભાજપમાં છેલ્લા કેટલાક સમયથી ગૃપીઝમ અને આંતરિક લડાઈ ચાલતી જોવા મળી હતી જે હવે ખુલીને બહાર આવી છે. ભાજપના પ્રચાર માટે અપાતું સાહિત્ય કાર્યકરો દ્વારા કચરા પેટીમાં પધરાવી ઘેર જઈ સુઈ ગયા હોય તેવો કિસ્સો બહાર આવવા પામ્યો છે. શહેરની કચરા ટોપલીમાં મોટા પાછે સાહિત્ય તથા ભાજપના ખેસ પધરાવી દેવાના આ કિસ્સાએ શહેર ભાજપમાં ચાલતા પ્રચારની પોલ ખોલી દીધી છે. 
શહેરમાં મેયર તરીકે કોંગ્રેસમાંથી પાટલી બદલ્યા બાદ ભાજપમાં તેનો સ્વિકાર થયો નથી તો બીજી તરફ શંકર ચૌધરીનું ગૃપ અને ટુંક  સમયમાં સારી જગ્યાઓ મેળવનાર આશિષ દવેનું ગૃપ અલગ ચાલી રહયું છે. જયારે મૂળ ભાજપના સંનિષ્ઠ કાર્યકરોનું એક મોટુ જુથ આવા તકવાદી નેતાઓનો વિરોધ કરી રહ્યું છે. તેવામાં ભાજપમાં ટીકીટની પણ હોડ લાગેલી છે. બધા પોતપોતાના ગોડફાધરો પર નિશ્ચિત ટીકીટ મેળવવાના દાવા કરી રહ્યા છે તો સંનિષ્ઠ લોકો પાર્ટીના આદેશની રાહ જોઈ રહ્યા છે. 
પરંતુ કોને ટીકીટ મળે તે પહેલાં હાલ કોઈ પ્રચાર કરવાના મૂડમાં નથી વળી ઉત્તર-દક્ષિણમાં સીટીંગ ધરાવતાને ટીકીટ મળે છે કે અન્યને તે ઉપરાંત એક પટેલને મળે તો બીજી પાર્ટી અન્યને લભગભ દરબાર-રાજપૂતો ટીકીટ આપશે તેવા સમીકરણોએ જોર પકડયું છે. તેવામાં બે બ્રાહ્મણ ઉમેદવારો નીશીત વ્યાસ પોતે અહેમદભાઈ પટેલના કારણે ચૂંટણીમાં ટીકીટ મેળવશે અને આશિષ દવે શંકરભાઈ ચૌધરીને કારણે ટીકીટ મેળવશે તેવા દાવા કરી રહ્યા છે. 

Previous articleઅપક્ષમાં પાટીદાર યુવકે પણ ફોર્મ ભર્યુ
Next articleબારપટોળીના કોંગ્રેસના આગેવાનો ભાજપમાં જોડાયા