દુનિયાભરમાં ગગનચુંબી સિક્સરો ફટકારવામાં અવ્વલ રહેનારા કેરેબિયન દિગ્ગજ પ્લેયર ક્રિસ ગેલને ૨,૧૦,૭૦,૫૦૦ રૂપિયા મળવા જઈ રહ્યા છે. ગેલે ઓસ્ટ્રેલિયાના એક મીડિયા ગ્રુપ સામે કરેલો ત્રણ લાખ ડોલરની માનહાનિનો કેસ જીતી લીધો છે.
હકીકતમાં,ઓસ્ટેલિયન મીડિયા ફેયરફેક્સ દ્વારા ૨૦૧૬માં સતત પોતાના લેખોમાં ગેલ પર આરોપ લગાવ્યા હતા. તેઓ દ્વારા દાવો કરવામાં આવ્યો હતો, ગેલે મસાજ કરનારી એક મહિલા સાથે ગેરવર્તણુક કરી હતી.
જો કે ઓસ્ટેલિયન મીડિયાના આ દાવા બાદ ન્યુ સાઉથ વેલ્સ સુપ્રીમ કોર્ટ દ્વારા આ માનહાનિનો કેસ ક્રિસ ગેલના પક્ષમાં સંભળાવ્યો વહે. ન્યુ સાઉથ વેલ્સ સુપ્રીમ કોર્ટના ચીફ જસ્ટિસ લૂસી મેક્કુલમની કંપનીને વળતર ચુકવવા માટે નિર્દેશ આપતા કહ્યું છે કે, આ આરોપોથી ગેલની સાખને હાનિ પહોંચી હતી.