હોશિયાર ઉમેદવારોને ન્યાય મળે તે માટે પરીક્ષા રદ કરવા સિવાય કોઈ વિકલ્પ ન હતો : વિકાસ સહાય

685

પેપર લીક મામલે  પરીક્ષા ભરતી બોર્ડના અધ્યક્ષ વિકાસ સહાયે સોમવારે પ્રેસ કોન્ફરન્સ કરી આ મામલે જવાબો આપ્યા હતા. વિકાસ સહાયે કહ્યું હતું કે પેપર લીક થતા મને પણ ઘણો આઘાત લાગ્યો હતો. જોકે ઇમાનદાર અને હોશિયાર ઉમેદવારોને ન્યાય અપાવવા માટે મારી પાસે પરીક્ષા રદ કરવા સિવાય કોઇ વિકલ્પ ન હતો. પરીક્ષાની નવી તારીખ વિશે પુછતા વિકાસ સહાયે જણાવ્યું હતું કે હાલ પરીક્ષાની કોઈ તારીખ જાહેર કરવામાં આવી નથી. સોશિયલ મીડિયામાં ૧૬ ડિસેમ્બરની તારીખના ફોટો વાયરલ થઈ રહ્યા છે તે ખોટા છે. ટૂંક સમયમાં આ પરીક્ષાનું આયોજન કરવામાં આવશે. વિકાસ સહાયે કહ્યું હતું કે મને ખબર છે ઉમેદવારો સવારથી જ પરીક્ષા કેન્દ્રો પર પહોંચી ગયા હતા અને તે રદ થાય તો તેમને દુખ થાય છે. મને પણ દુખ થયું છે. ક્યાં કાચુ કપાઇ ગયું તેની તપાસ ચાલી જ રહી છે. તેમણે જણાવ્યું હતું કે મને ખબર નથી કે આ પેપર કેટલા લોકો પાસે પહોંચ્યું હતું. પણ અંદાજ મારો કે ૫૦ લોકો પાસે પણ પહોંચ્યું હોય તો પણ આવા ૫૦ લોકોને કેમ ફાયદો થવો જોઈએ.

આવા ૫૦ લોકોને સ્થાને ઇમાનદાર અને હોશિયારને જ સ્થાન મળવું જોઈએ. હોશિયાર ઉમેદવારોને ન્યાય મળે તે માટે પરીક્ષા રદ કરવા સિવાય કોઈ વિકલ્પ જ ન હતો. ૫ લાખ રુપિયા આપીને પોલીસ કોન્સ્ટેબર થયા હોત તો તે સિસ્ટમ માટે પણ ખરાબ ગણાત.

Previous articleગુજરાત નોંધારૂ નથી, ઉમેદવારોને ૧૦ દિવસમાં વળતર નહીં મળે તો હું પોતે બહાર આવીશ : શંકરસિંહ
Next articleલોકરક્ષક દળ પેપર લીક : ૪ની ધરપકડ, ૩ સસ્પેન્ડ