સૌરાષ્ટ્રભરમાં ઓર્ગેનિક કૃષિનું વેગવંતુ અભિયાન

769

સૌરાષ્ટ્રભરમાં ઓર્ગેનિક કૃષિ તરફ ઝીરો બજેટ કૃષિ અભિયાનને ભારે સમર્થન લાઠી તાલુકાના જરખીયા ગામે ભરતભાઈ નારોલા, અમરેલી જિલ્લા સંયોજક, કાળુભાઈ હુંબલ લાઠી તાલુકા સંયોજક, રમેશભાઈ કીકાણી વરસડા, વાલજીભાઈ કાત્રોડીયા મેંસણકા, ભાવનગર જિલ્લા સંયોજક, જરખીયા ગામ તેમજ સુરગપુરા ગામના ખેડૂતને જીરો બજેટનું માર્ગદર્શન ઝેર અને રસાયણ મુક્ત ખેતીનું માર્ગદર્શન આપી અને અમદાવાદ ખાતે ૮ થી ૧૩ જાન્યુઆરી જે શિબિરમાં જોડાવા જીરો બજેટ આદ્યત્મિક પ્રાકૃતિક ખેતીમાં જોડાવા ખેડૂતોને સાચી સમજણ ટીમે આપી હતી.

સૌરાષ્ટ્રભરમાં ઓર્ગેનિક કૃષિ તરફ વળતા કૃષિકારો ઝીરો બજેટ ઝેરમુક્ત જીવન માટે જીવામૃત આધારિત કૃષિ સાથે પશુપાલન પર્યાવરણ પ્રકૃતિ સહિત દરેક જીવાત્મા માટે આશિર્વાદરૂપ હોવાનું જણાવતા કૃષિ અગ્રણીઓ ખેડૂત વર્ગમાં ઓર્ગેનિક કૃષિ તરફ ઝુકાવ પરિવર્તન માટે સતર્ક બનતા ખેડૂતોને ઝીરો બજેટ કૃષિ માટે પ્રેરતું અભિયાન વેગમાં શહેરી અને ગ્રામ્યમાં ખેડૂત જાગૃતિ માટે મિટીંગોનો ધમધમાટ ભરતભાઈ નારોલા સહિતના અગ્રણીઓ દ્વારા શરૂ કરવામાં આવ્યો છે.

Previous articleજાફરાબાદ માધ્યમિક શાળામાં સન્માન સમારોહનું આયોજન
Next articleAPM ટર્મિનલ્સ પીપાવાવ અને ICD કાનપુર રેલ્વે લાઈન મારફતે જોડાયા