APM ટર્મિનલ્સ પીપાવાવ અને ICD કાનપુર રેલ્વે લાઈન મારફતે જોડાયા

813

ભારતના અગ્રણી બહુઉદ્દેશીય બંદરોમાંનું એક બંદર એપીએમ ટર્મિનલ્સ પીપાવાવ હશે વાયા આઈસીડી કાનપુર સાથે જોડાયું છે. કોન્કોર દ્વારા સ્થાપતિ આ નવું જોડાણ ગ્રાહકોને પીપાવાવને ગેટ વે પોર્ટ સાથે જોડાવાની તક આપે છે.

નવેમ્બરમાં પ્રથમ નિકાસલક્ષી ટ્રેન આઈસીડી કાનપુર (જેઆરવાય)થી પીપાવાવ પોર્ટ સુધી શરૂ થઈ હતી. એનું નામ ઉચિત રીતે પોલીમર એક્સપ્રેસ રાખવામાં આવ્યું છે કારણ કે આ ટ્રેનમાં ગેઈલ માટે ૯૦ ટીઈયુ પોલીમરનું વહન થયું હતું. નિકાસલક્ષી ટ્રેનને ૧૩ નવેમ્બરે કસ્ટમના ડેપ્યુટી કમિશ્નર સીએન મિશ્રા અને આઈસીડી કાનપુરના ટર્મિનલ મેનેજર સંતોષકુમાર સિંહે લીલીઝંડી આપી હતી.

આ ઈવેન્ટમાં ઉપસ્થિત રહેવા બદલ અમે આઈસીડી કાનપુરના અધિકારી અનિલ કનોજીયા, બોકસ્કો વર્લ્ડ લોજીસ્ટીક્સના સીનીયર મેનેજર સંદીપ રાણાના આભારી છીએ તેમજ આ નવું જોડાણ સ્થાપિત કરવા સાથ સહકાર આપવા માટે એસોસીએલના ઉત્તર ભારતના હેડ બિમલસિંઘ નેગીના ઋણી છીએ. આ પ્રસંગે એપીએમ ટર્મિનલ્સ પીપાવાવના મેનેજીંગ ડાયરેક્ટર કેલ્ડ પેડરસેને કહ્યું હતું કે, અમારા બંદરને સીધી ટ્રેન સાથે અંતરિયાળ માર્ગે જોડાવા બદલ અમે કોન્કોરના આભારી છીએ. આ નિકાસકારો અને આયાતકારોને તેમના કાર્ગોને ઝડપથી અને સલામત રીતે પર્યાવરણને અનુકુળ પરિવહન મારફતે વહન કરવામાં મદદરૂપ થશે.

એપીએમ ટર્મિનલ્સ પીપાવાવ ભારતમાં કન્ટેઈનર્સ, રોરો (પેસેન્જર કાર), લિક્વિડ બલ્ક અને ડ્રાઈ બલ્ક કાર્ગો માટે અગ્રણી ગેટવે છે. જે ગુજરાત રાજ્યના ગ્રાહકોને સેવા આપે છે તેમજ ભારતના અંતરિયાળ અને ઉત્તર પશ્ચિમ વિસ્તારો સાથે રોડ અને રેલ્વેનું નેટવર્ક ધરાવે છે. અત્યારે કાર્ગોનું સંચાલન કરવાની વાર્ષિક ક્ષમતા ૧.૩પ મિલિયન ટીઈયુ કન્ટેઈનર્સ, ર,પ૦,પ૦૦ પેસેન્જર કાર, ર મિલિયન મેટ્રિક ટન લિક્વિડ બલ્ક અને ૪ મિલિયન મેટ્રીક ટન ડ્રાઈ બલ્ક સામેલ છે.

એપીએમ ટર્મિનલ્સ પીપાવાવ (ગુજરાત પીપાવાવ પોર્ટ લિમિટેડ) ભારતમાં દેશનું પ્રથમ સરકારી ખાનગી (પીપીપી) ભાગીદારીમાં રચાયેલું બંદર છે અને તથા એપીએમ ટર્મિનલ્સના ગ્લોબર ટર્મિનલ નેટવર્કનો ભાગ છે. ૭૬ પોર્ટ અને ૧૦૦થી વધારે ઈનલેન્ડ સર્વિસીસ લોકેશનના નેટવર્ક સાથે એપીએમ ટર્મિનલ વિશ્વના સૌથી વિસ્તૃત પોર્ટમાનું એક છે અને સંપૂર્ણ ઈનલેન્ડ નેટવર્ક ધરાવે છે તથા મઅર્સ્કના ટ્રાન્સપોર્ટ અને લોજિસ્ટીક્સ બિઝનેસ યુનિટનો ભાગ છે.

Previous articleસૌરાષ્ટ્રભરમાં ઓર્ગેનિક કૃષિનું વેગવંતુ અભિયાન
Next articleમેહુલભાઈ પટેલનું વ્યાખ્યાન યોજાયું