નંદકુંવરબા મહિલા કોમર્સ કોલેજ બીબીએમાં અભ્યાસ કરતી વિદ્યાર્થીનીઓ માટે મેનેજમેન્ટ વિષય ઉપર મેહુલભાઈ પટેલ-મોડેસ્ટ ઈન્ફ્રાક્ટ્રક્ચર લી.ના મેનેજીંગ ડીરેક્ટરનું વ્યાખ્યાન યોજવામાં આવ્યું હતું. મેનેજમેન્ટ સુઘડ અને સિસ્ટેમેટિક હોવું ખૂબ જ જરૂરી છે. જેથી કોઈપણ કંપનીનું કે સંસ્થાના વિકાસનું સ્તર ઉચુ જઈ શકે છે. સિસ્ટમથી કરાયેલું મેનેજમેન્ટ એ કંપનીનો પાયો છે. મેનેજમેન્ટમાં જે તે કંપનીના કે સંસ્થાના કર્મચારીનો પણ સાથ સહકાર હોવો જરૂરી છે તેમ મેહુલભાઈએ જણાવેલ.