દામનગર શહેરની નવનિર્મિત સરદાર નંદીશાળામાં સોળ સો ફુટ ગમાણ નિર્માણ કર્તા સ્વ.લખમણદાદા નારોલા પરિવારના ખીમજીભાઈ રામભાઈ નારોલા, રાઘવભાઈ કલ્યાણભાઈ નારોલા, ધીરૂભાઈ પુનાભાઈ નારોલા સહિત સ્વ.લખમણદાદા નારોલા પરિવારના યુવાનોના વરદ હસ્તે સોળ સો ફુટ પાકી ગમાણ નિર્માણ કરી સરદાર નંદીશાળામાં આશરો લઈ રહેલ રપ૦થી વધુ બળદો માટે આશિર્વાદરૂપ સરદાર નંદીશાળામાં તા.૩-૧રના રોજ સ્વ.લખમણદાદા પરિવારના યુવાનોના વરદ હસ્તે લોકાર્પણ કરાયું.