વિશ્વ વિકલાંગ દિન નિમિત્તે દિવ્યાંગોના પ્રશ્નો બાબતે નાયબ કલેક્ટર કે.કે. સોલંકી પાલીતાણાને આવેદનપત્ર આપવામાં આવેલ હતું. તેમાં ૧ થી ૧પ પ્રશ્નો હતા. જેમાંથી ઘણા પ્રશ્નો સ્થાનિક લેવલના હતા તે અંગે નાયબ કલેક્ટરે ખાતરી આપી છે કે વહેલામાં વહેલી તકે પ્રશ્નોનું નિરાકરણ આવશે. આ આવેદનપત્ર માટે સંસ્થાના પ્રમુખ પ્રકાશભાઈ એસ. સોલંકી તેમજ ઉપપ્રમુખ મુકેશભાઈ એમ. મકવાણા તેમજ ટ્રસ્ટી નટુભાઈ ડાભી તેમજ અન્ય દિવ્યાંગો સાથે રેલી કાઢીને આવેદનપત્ર આપવામાં આવેલ હતું.