નવાગામમાં મામા સરકારના તૂતનો પર્દાફાશ કરતુ જાથા

1400

જામનગર જિલ્લાના કાલાવડ તાલુકાના નવાગામની સીમમાં મામા સરકારનું લીમડા વૃક્ષમાં સ્થાનક ઊભું કરી છેલ્લા પાંચ મહિનાથી અસાધ્ય રોગ, દુઃખદર્દ, બદલી, પારિવારીક સમસ્યાનું નિરાકરણનું ધતિંગ આચનાર કલરકામ, મજૂરી, પત્રકારત્વનું કામ કરનાર ભરત દેવશી રાઠોડનો ભારત જન વિજ્ઞાન જાથાની ટીમે કાલાવડ ગ્રામ્ય પોલીસ સ્ટેશનની મદદથી ૧૧પ૭ મો સફળ પર્દાફાશ કર્યો હતો. ભસ્મમાં સ્ટીરોઈડ ભેળવી માનવ જીંદગી સાથે ખિલવાડ કરનારું બહાર આવ્યું હતું. જાથાના પર્દાફાશમાં ધતિંગબાજના અનેક કરતૂતો બહાર આવ્યા હતા.

બનાવની વિગત પ્રમાણે જાથાના કાર્યાલયે રૂબરૂ ટેલીફોનિક માહિતી આપવામાં આવી હતી તેમાં કાલાવડના નવાગામની સીમમાં છેલ્લા ત્રણ માસથી લીમડાના વૃક્ષમાં મામાદેવ ઊભા કરી ધાર્મિક સ્થાનના ઓથે ભરત રાઠોડ નામનો મામાનો ભાણેજ લોકોના દુઃખદર્દ, પારિવારિક સમસ્યા, બદલી, અસાધ્ય રોગ, પ્રશ્નોના નિરાકરણ જોવાનું કામ કરે છે. પીડિત લોકો સ્થળ ઉપરથી રૂમાલ, અત્તર, અગરબત્તી, સીગારેટના રૂા. ૧૦૦/ એકસો ચુકવી મામાના સ્થાનમાં મુકે છે. દર શુક્રવારે અને વી.આઈ.પી. લોકોના ગમે ત્યારે દુઃખદર્દ મટાડવાનું કામ કરે છે. માનવ જીંદગી સાથે ખિલવાડ કરનાર શખ્સ વિરૂદ્ધ રજુઆત કરવામાં આવી હતી. અસાધ્ય પીડિતનું મોત થાય નહિં તે સંબંધી હકિકત મુકવામાં આવી હતી. લોકો સાથે શારીરિક, માનસિક, આર્થિક છેતરપિંડી કરે છે, ધાર્મિક સપ્તાહ પહેલા પર્દાફાશ કરવા સંબંધી માહિતી આપવામાં આવી હતી. જે અંગેની ખરાઈ કર્યા બાદ જાથાના જયંત પંડ્યા સહિત ટીમે પહોચીને માથા સરકારનાં નામે કરાતા તુતનો પર્દાફાશ કરવામાં આવ્યો હતો જેમાં પોલીસને પણ સાથે રાખવામાં આવી હતી.

Previous articleજીપીસીસી દ્વારા જીવરાજભાઈનું સન્માન
Next articleજુવેનાઈલ ડાયાબીટીસ કેમ્પ