રાજુલા ખાતે આજે નર્મદા મહાકુંભ રથનું પ્રાંત કચેરીએથી સંસદીય સચિવ હિરાભાઈ સોલંકી દ્વારા પ્રસ્થાન કરાવ્યું હતું. રથનું છતડીયા ગામે સરપંચ વિરભદ્રભાઈ દ્વારા ગામમાં કુમારીકાઓ દ્વારા સામૈયા સાથે સ્વાગત કરાયું હતું.
રાજુલા ખાતે પ્રાંત કચેરીએથી નર્મદા મહાકુંભ રથનું પ્રસ્થાન જેનું પોલીસ પ્રોટેક્શનમાં બહોળી સંખ્યામાં પી.આઈ. ઝાલા દ્વારા કરાયું બાદ છતડીયા ગામે સરપંચ વિરભદ્રભાઈ ડાભીયા દ્વારા નાની બાળાઓ સાથે શણગારેલ. સામૈયા દ્વારા સ્વાગત પૂજન થયું જેમાં પ્રાંત કચેરીએથી સંસદીય સચિવ હિરાભાઈ સોલંકી દ્વારા પ્રસ્થાનમાં ભાજપ કમલેશભાઈ મકવાણા, જિલ્લા મહામંત્રી રવુભાઈ ખુમાણ, નગરપાલિકા પ્રમુખ સંજયભાઈ ધાખડા, ચૌહાણભાઈ, શુકલભાઈ બલદાણીયા, મહેન્દ્રભાઈ ધાખડા, ધીરૂભાઈ ગોહિલ, શહેર પ્રમુખ મયુરભાઈ દવે, માર્કેટ યાર્ડ ચેરમેન જીગ્નેશભાઈ પટેલ, વનરાજભાઈ વરૂ, તાલુકા પંચાયત પ્રમુખ વલ્કુભાઈ બોસ, તાલુકા વિકાસ અધિકારી એન.પી.ત્રિવેદી, નાયબ કલેક્ટર દિલીપસિંહ વાળા, મામલતદાર કાછડ, બોરીસાગરભાઈ, ચૌહાણભાઈ તથા મામલતદાર કચેરી, તાલુકા પંચાયત કચેરી, નગરપાલિકા કચેરીનો તમામ બહોળી સંખ્યામાં રહ્યો હતો.