આજરોજ એસ.ઓ.જી. શાખાના પોલીસ સબ ઈન્સ્પેકટર ડી.ડી. પરમારની સુચનાથી એસ.ઓ.જી.સ્ટાફના માણસો ભાવનગર શહેર વિસ્તારમાં પેટ્રોલીંગમાં હતા દરમિયાન સ્ટાફના હારીતસિંહ ચૌહાણ તથા જગદીશભાઈ મારૂને સંયુક્ત મળેલ બાતમી આધારે ભાવનગર શહેર નિલમબાગ પોલીસ સ્ટેશનના ઘરફોડ ચોરીનાં ગુન્હાના કામે નાસતો ફરતો આરોપી વિજય ઉર્ફે દિનેશ ઉર્ફે દિનો બિજલભાઈ પરમાર દે.પુ. ઉ.વ.૨૪ રહેવાસી ગામ મોણપુર (ચીતલ)તા.જી.અમરેલી વાળાને ભાવનગર સર ટી હોસ્પિટલના દરવાજા પાસેથી ઝડપી પાડી મજકુર આરોપી વિરૂધ્ધ કાયદેસર કાર્યવાહી કરી નિલમબાગ પોલીસ સ્ટેશન ખાતે સોંપી આપેલ છે.