ટેલેન્ટ વિના કોઇ સ્ટાર બની શકે નહીં : અનુષ્કા

1374

મોખરાની અભિનેત્રી અનુષ્કા શર્માએ કહ્યું હતું કે ટેલેન્ટેડ વ્યક્તિજ સ્ટાર બની શકે, માત્ર મહેનત કર્યેથી કશું વળે નહીં. મૂળ વાત પ્રતિભાની છે. પ્રતિભા હોય એની સાથે મહેનત ભળે ત્યારે કોઇ સ્ટાર બની શકે.

’આજે હું અભિનેત્રી ઉપરાંત ફિલ્મ સર્જક પણ છું. બીજી પણ કેટલીક પ્રવૃત્તિ કરું છું. પરંતુ સાચું માનજો, શરૃઆતમાં કોઇએ મારી નોંધ સુદ્ધાં લીધી નહોતી… કોઇએ મને બિરદાવી નહોતી. અરે, કરણ જોહરે તો આદિત્ય ચોપરાને કહી દીધું હતું કે આ છોકરીને સાઇન કરતાં નહીં. એનામાં કશું નથી… પરંતુ મેં ધીરજભેર મહેનત કર્યે રાખી. મારામાં આદિત્યને કશુંક દેખાયું હશે ત્યારે મને સાઇન કરી હશે ને..! આદિત્યની બેન્ડ બાજા બરાત ફિલ્મ રજૂ થઇ પછી એ જ કરણ જોહરે મને બિરદાવી અને મારા વખાણ કર્યા… કહેવાનું તાત્પર્ય એ છે કે મૂળ તમારામાં પ્રતિભા હોય અને એમાં તમારી મહેનત ભળે ત્યારે તમે કંઇક મેળવો છો’ એમ અનુષ્કાએ કહ્યું હતું.

એણે ઉમેર્યું કે આ સાથે એક વાત યાદ રાખવાની છે. તમે શરૃઆતમાં તમારી પાટી સાવ કોરી રાખો. તમને કશું આવડતું નથી એમ સમજીને યાત્રા શરૃ કરો. ડાયરેક્ટરનું અને સિનિયરોનું માર્ગદર્શન મેળવતાં મેળવતાં ધીમે ધીમે આગળ વધતાં જાઓ… શરૃમાં જ તમારી પ્રશંસાથી તમે ફુલાઇ જાઓ તો ગયા કામથી… મને આજે કોઇ સામે કશો પૂર્વગ્રહ નથી. ભૂતકાળમાં કોઇએ મારી પ્રશંસા કરી હોય કે મારી આકરી ટીકા કરી હોય, એ ભૂલીને હું આગળ જઇ રહી છું. કશો પૂર્વગ્રહ નહીં. મોખરાની અભિનેત્રી અનુષ્કા શર્માએ કહ્યું હતું કે ટેલેન્ટેડ વ્યક્તિજ સ્ટાર બની શકે, માત્ર મહેનત કર્યેથી કશું વળે નહીં.

Previous articleGPSC, PSI, નાયબ મામલતદાર, GSSB પરીક્ષાની તૈયારી માટે
Next articleવરુણ-કેટરિનાની ફિલ્મ એપ્રિલમાં ફ્લોર પર જશે