અભિનેતા સુશાંત સિંઘ રાજપૂતે કહ્યું હતું કે કોઇ પણ ફિલ્મનું ભાવિ ઘડવામાં એનું ટ્રેલર બહુ મહત્ત્વનો અને નિર્ણાયક ભાગ ભજવે છે. ’ટ્રેલર ભલે ફિલ્મનો એક સાવ નાનકડો અંશ હોય પરંતુ એના પરથી દર્શકો ફિલ્મ જોવી કે ન જોવી એનો નિર્ણય કરે છે. કેટલીકવાર ટ્રેલર બિનજરૃરી વિવાદ પણ પેદા કરે છે. અગાઉ ખમતીધર ફિલ્મ સર્જક સંજય લીલા ભણસાલી સરની પદ્માવત વખતે એવં જ થયેલું. ભણસાલી સરે જાહેરમાં કહેલું કે પ્લીઝ, ટ્રેલર પરથી વાર્તાની કલ્પના ન કરી લ્યો. પહેલાં મારી ફિલ્મ જુઓ પછી નક્કી કરો કે તમે કલ્પના કરી છે એવું કંઇ છે કે બીજું કંઇ છે … પણ કેટલાક લોકો માન્યા નહોતા’ એમ સુશાંતે કહ્યું હતું. ફિલ્મનું ટ્રેલર રજૂ થયા બાદ કેદારનાથ મંદિરના પૂજારી અને ત્યાંના સ્થાનિક પંડાઓએ એવો વિવાદ સર્જ્યો હતો કે આ ફિલ્મ લવ જિહાદને પ્રોત્સાહન આપે છે માટે એને બૅૅન જાહેર કરો. ગુજરાત હાઇકોર્ટમાં તો આ ફિલ્મ પર બૅન લાદવા માટે અરજી પણ થઇ છે.
Home Entertainment Bollywood Hollywood ટ્રેલર ફિલ્મના ભાવિ માટે નિર્ણાયક બની રહે છે : સુશાંત સિંઘ રાજપૂત