ઓસ્ટ્રેલિયન મીડિયાનો ટીમ ઇન્ડિયા પર પ્રહારઃ ’ડરપોક છે ભારતીય બેટ્‌સમેનો’

980

જ્યારે પણ ઓસ્ટ્રેલિયન ધરતી ઉપર કોઈ ટીમ શ્રેણી રમવા માટે આવે છે તો તેના ઉપર દબાણ બનાવવા માટે વાકયુદ્ધ શરુ કરી દેવામાં આવે છે. દબાણ બનાવવામાં ઓસ્ટ્રેલિયન મીડિયા પણ આગળ રહે છે. ટીમ ઇન્ડિયા સાથે પણ આમ થઈ રહ્યું છે. ટેસ્ટ શ્રેણી શરુ થવાના બે દિવસ પહેલા જ ઓસ્ટ્રેલિયન મીડિયાએ ટીમ ઇન્ડિયાને નિશાન બનાવવાનું શરુ કરી દીધું છે.

એક અખબારે પોતાના રિપોર્ટમાં ભારતીય બેટ્‌સમેનોને ડરપોક બેટ્‌સમેન ગણાવ્યા હતા. રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે ટીમ ઇન્ડિયા ફાસ્ટ પિચોથી ડરે છે, તેને બ્રિસબેનના બાઉન્સથી ડર લાગે છે. પર્થમાં ડરવાનું કોઈ કારણ નથી છતા પણ ટીમ ઇન્ડિયાને ત્યાં ડર લાગે છે.

ઉલ્લેખનીય છે કે વર્તમાન ટીમ ઇન્ડિયાનો કોઈપણ બેટ્‌સમેન બાઉન્સરથી ડરતો નથી. વિરાટ કોહલી, અજિન્કિય રહાણે, ચેતેશ્વર પૂજારા, રોહિત શર્મા જેવા બધા ખેલાડી બાઉન્સર પર સહજ રીતે રમે છે. ઓસ્ટ્રેલિયાના ઘણા ક્રિકેટ એક્સપર્ટે આ વાતને માની છે. ઓસ્ટ્રેલિયન દિગ્ગજોએ મીડિયામાં આવેલ આ રિપોર્ટની ટિકા કરી છે.

વિરાટ કોહલીએ ઓસ્ટ્રેલિયામાં રમેલી ૧૬ ટેસ્ટ ઇનિંગ્સમાં કુલ ૯૯૨ રન બનાવ્યા છે. જેમાં ૫ સદી અને ૨ અડધી સદી ફટકારી છે. ઓસ્ટ્રેલિયામાં તેને એવરેજ ૬૨ની છે. મુરલી વિજયની ઓસ્ટ્રેલિયામાં એવરેજ ૬૦ની, રહાણેની ૫૭ છે. આંડકા પર નજર નાખીએ તો માલુમ થાય છે કે ઓસ્ટ્રેલિયન મીડિયા ખોટુ બોલી રહી છે.

Previous articleટ્રેલર ફિલ્મના ભાવિ માટે નિર્ણાયક બની રહે છે : સુશાંત સિંઘ રાજપૂત
Next articleહોકી વર્લ્ડ કપઃ ક્વાર્ટર ફાઇનલમાં ભારત-પાકિસ્તાન ટકરાઈ શકે