એક જ દિવસમાં ૪ જગ્યાએ કેનાલમાં પડ્‌યા ગાબડા, જીરાના પાકને મોટું નુકશાન

851

એક બાજૂ વરસાદ ઓછો પડવાને કારણે બનાંસકાઠાના ખેડૂતોનો ભારે પરેશાનીનો સામનો કરવો પડી રહ્યો છે. પાણીની અછતને કારણે ખેડૂતોને મોટી સંખ્યામાં હાલાકી પડી રહી છે. આ પ્રકારના સંજોગોમાં કેનાલમાં ગાબડાં પડવાનો સીલસીલો યથાવત છે. ત્યારે એક જ દિવસમાં જુદી જુદી ચાર જગ્યા પર ગાબડાં પડ્‌યાની ઘટના સામે આવતા ખેડૂતોમાં રોષ દેખાઇ રહ્યો છે.

એક જ દિવસમાં ચાર અલગ-અલગ જગ્યાઓ પર નર્મદાની કેનાલમાં ગાબડાઓ પડતા પાણીનું મોટા પ્રમાણમાં નુકશાન જોવા મળી હતું. થરાદ, કાંકરેજ, સુઇગામ બાદ વાવના દૈયપ કેનાલમા ગાબડું પડ્‌યું હતું. કેનાલમાં ગાબડું પડતા આસપાસના ખેતરોમાં પાણી ભરાઇ ગયું અને લાખો લીટર પાણીનો બગાડ થયો. કેનાલનું પાણી ખેતરોમાં ભરાઇ જતા મોટી સંખ્યામાં જીરાના પાકને નુકસાન થયું.વારંવાર કેનાલમાં પડી રહેલા ગાબડાંને કારણે ખેડૂતોમાં રોષ જોવા મળ્યો.

Previous articleપુસ્તક પરબના પ્રણેતા પ્રજ્ઞાબેનનું પુસ્તક પ્રેમીઓ દ્વારા અભિવાદન
Next articleઓપન એર થીયેટર કરોડોના ખર્ચ બાદ પણ જાળવણીના અભાવે બિસ્માર