મોદી સરકારના વિદેશ મંત્રી અને વરિષ્ઠ નેતા સુષ્મા સ્વરાજે ૨૦૧૯ની ચૂંટણી ના લડવાની જાહેરાત કર્યા બાદ ભાજપના વધુ એક મહિના તેના અને કેન્દ્રીય મંત્રીએ આ આગામી ચૂંટણી ના લડવાની જાહેરાત કરીને સૌકોઈને ચોંકાવી દીધા છે.
પોતાના નિવેદનોને લઈને હંમેશા ચર્ચામાં રહેતા કેન્દ્રીય મંત્રી ઉમા ભારતીએ ઓચિંતિ જાહેરાત કરી છે કે, તે હવે ૨૦૧૯નીએ લોકસભાની ચૂંટણી નહીં લડે. જોકે તેમને રાજકારણમાં યથાવત બની રહેશે તેમ પણ જણાવ્યું છે. એક તરફ અયોધ્યાને લઈને રાજકારણ બરાબરનું ગરમાયું છે. ભાજપના વરિષ્ઠ નેતા ઉમા ભારતી હંમેશાથી અયોધ્યામાં રામ મંદિર અને ગંગા સફાઈના પક્ષધર રહ્યાં છે. પરંતુ ઉમા ભારતીએ અચાનક આગામી લોકસભાની ચૂટણી ના લડવાની જાહેરાત કરી દીધી છે.
ઉમા ભારતીએ જાહેરાત કરતા કહ્યું હતું કે, હું જીવુ ત્યાં સુધી રાજકારણ કરતી રહીશ. હું દોઢ વર્ષ રામ અને ગંગા માટે કામ કરતી રહીશ. હું દોઢ વર્ષ સુધીએ ગંગા અને રામ મંદિર પર ધ્યાન કેન્દ્રીત કરવા માંગુ છું. પાર્ટી પાસે મંજુરી માંગી ૧૫ જાન્યુઆરીથી ગંગાનો પ્રવાસ ખેડીશ. જેને ધ્યાનમાં રાખીને જ મેં નિર્ણય લીધો છે કે આ વખતે ૨૦૧૯માં લોકસભાની ચૂંટણી નહીં લડું.
તેમણે આગળ ઉમેર્યું હતું કે, રામ મંદિર પર અધ્યાદેશ માટે સકારાત્મક વાતાવરણ ઉભું કરવું પડશે. રામ મંદિર માટે કોઈ આંદોલનની જરૂર નથી. ૨૦૧૦માં જ નિર્ણય આવી ગયો છે કે, વચ્ચેનો ગુંબજ રામ લલ્લાનો છે. તમામ પાર્ટીઓએ આ મામલે એક થઈ પ્રયાસ કરવો જોઈએ. મને જ્યારે પણ આ મામલે કહેવામાં આવશે હું પ્રયાસ કરીશ. રામ મંદિરનો મુદ્દો દેશના સૌહાર્દ સાથે જોડાયેલો છે. માટે જેમ બને તેમ આ મામલાનું નિરાકરણ લાવવું જોઈએ.