શહેરના કાળીયાબીડ વિસ્તારમાં તાજેતરમાં ભાવનગર મહાપાલિકા દ્વારા આંતરીક માર્ગો લોક અપેક્ષા મુજબ બનાવ્યા નથી. આ બાબતે લોકોમાં ભારે અસંતોષ વ્યાપેલો છે જ ત્યાં નવી સમસ્યા ઉદ્દભવી છે. આરસીસી રોડની મજબુતી માટે તંત્રએ રોડ પર પાણી કયારીઓ માટી વડે બનાવી હતી. માર્ગ પર વાહનોની સતત અવરજવરના કારણે પાણી કયારી તો તુટી પરંતુ આ માટીને માર્ગ પરથી દુર કરવાની તસ્દી તંત્રએ ન લેતા ધૂળની ડમરીઓ ઉડે છે. સમસ્યા એટલી ગંભીર છે કે ઉડતી ધૂળના કારણે અકસ્માતો સાથે રસ્તે પસાર થવું પણ મુશ્કેલ થઈ પડ્યું છે. ધૂળ લોકોના શ્વાસોશ્વાસમાં જતા આરોગ્ય પર ખતરો સર્જાયો છે. આમ છતા તંત્ર આ અંગે કાર્યવાહી નહીં કરતા લોકોમાં રોષ વ્યાપ્યો છે.