વર્ષ ૧૯૮૪માં સિખ વિરોધી રમખાણો સાથે જોડાયેલ દિલ્હીમાં બંધ પડેલા ૧૮૬ મામલાની તપાસ હવે ૨ સભ્યોવાળી SIT કરશે. જણાવી દઈએ કે આ વર્ષે ૧૧મી જાન્યુઆરીએ સુપ્રીમ કોર્ટે રિટાયર્ડ હાઈકોર્ટના જજ જસ્ટિસ એસએન ઢીંગરા, અભિષેક દુલાર (આઈપીએસ) અને રિટાયર્ડ આઈપીએસ રાજદીપ વાળી ત્રણ સભ્યોની એસઆઈટી દ્વારા તપાસના આદેશમાં સંશોધન કર્યું અને ૨ સભ્યોવાળી એસઆઈટીને ૧૮૬ મામલાની તપાસ માટે મંજૂરી આપી દીધી છે. અગાઉ રાજપીપ સિંહે વ્યક્તિગત કારણોથી તપાસ ટીમનો હિસ્સો બનવામાં અસમર્થતા જતાવી હતી. અરજદારના વકીલે કહ્યું હતું કે હવે કોઈ નવા સભ્યને સામેલ કરવાના બદલે બે સભ્યોની કમિટી જ આ મામલાની તપાસ ચાલુ રાખવાની મંજૂરી આપવામાં આવે કેમ કે ત્રીજું નામ સામેલ થવાની પ્રક્રિયાને કારણે વિલંબ થઈ શકે છે. કેન્દ્ર સરકાર તરફથી એએસજી પિંકી આનંદે કહ્યું કે ત્રીજા સભ્યને સામેલ કરવો જરૂરી નથી. એમણે કહ્યું કે જો ૨ સભ્યો પોતાનું કામ ચાલુ રાખે છે તો તેમને કંઈ વાંધો નથી. પિંકી આનંદે એમ પણ કહ્યું હતું કે અરજદારના વકીલના આ સૂચન પર કંઈ વાંધો નથી.