રાજ્યમાં શીતલહેર ફરી વળતાં લોકો ધ્રુજ્યા, અનેક જિલ્લામાં ૧૬ ડિગ્રીથી નીચે તાપમાન

671

ઠંડીનો છેલ્લો અને આખરી રાઉન્ડ લોકોને ધ્રૂજાવી રહ્યો છે. અમદાવાદ સહિત રાજ્યભરમાં શીતલહેર ફરી વળતાં લોકોની દિનચર્યામાં ફેરફાર થયો હતો. જે લોકોએ ગરમ કપડાં તિજોરીમાં મૂકી દીધા હતા તેમને ફરીથી એ ગરમ કપડા કાઢવાની ફરજ પડી છે. જે રીતે અત્યારે ઠંડીનો તીવ્ર ચમકારો અનુભવાયો છે. ગ્રામ્ય વિસ્તારોમાં છેલ્લા બે દિવસથી ઠંડી વધતાં સૂમસામ માહોલ જોવા મળી રહ્યો છે તો ટુ-વ્હીલર લઈને ફરતા વાહન-ચાલકોની હાલત કફોડી બની છે.

આજે અમદાવાદમાં એકાએક વાતાવરણમાં પલટો આવતા લોકો આશ્ચર્યમાં મૂકાઇ ગયા છે. ગુજરાત સહિત અમદાવાદ શહેરમાં વહેલી સવારથી ગાઢ ધુમ્મસની ચાદર ફેલાઈ છે. કાર્તક મહિનાના ગરમીના ઉકળાટ બાદ વહેલી સવારથી ઠંડીના ચમકારા સાથે ગાઢ ધુમ્મસ છવાઇ ગયું છે. જેના કારણે વાહન ચાલકોને મુશ્કેલીઓનો સામનો કરવો પડી રહ્યો છે.

રાજ્યમાં ઠંડીનો ચમકારો વધી રહ્યો છે. અમદાવાદ સહિત અનેક જિલ્લામાં ૧૬ ડિગ્રીથી નીચે તાપમાન નોંધાયું છે. નલિયામાં ૧૧.૮ ડિગ્રી, બનાસકાંઠામાં ૧૩.૮ ડિગ્રી, ગાંધીનગરમાં ૧૪.૪ ડિગ્રી તાપમાન નોંધાયુ છે જ્યારે અમદાવાદમાં ૧૫.૪ ડિગ્રી, રાજકોટમાં ૧૫.૬ ડિગ્રી, વડોદરામાં ૧૫.૮ ડિગ્રી તાપમાન નોંધાયું છે.

આગામી દિવસોમાં ઠંડીનું પ્રમાણ વધવાની આગાહી કરવામાં આવી રહી છે. શહેરમાં લોકો ગાર્ડનમાં મોર્નિંગ વોક માટે નીકળ્યા છે. લોકો ઠંડીથી બચવા લઈ રહ્યા છે ગરમ કપડાનો સહારો લઇ રહ્યા છે. ઠંડી અને ધુમ્મસને પગલે સ્કુલવાહનો, રોજગારી માટે જતા લોકો અને હાઇ-વે પર લોકોને વાહન ચલાવવામાં ખૂબ મુશ્કેલી પડી હતી.

Previous articleઘઉંનાં વાવેતરમાં ૬૦ ટકા જેટલો ઘટાડો, મોંઘા બને તેવી શક્યતા
Next articleપેપર લીકમાં સીટીંગ જજથી તપાસ કરાવવા કોંગીની માંગ