ધંધુકા તાલુકાના કોટડા, મોરસીયા, છત્રયાલા રંગપુર તથા ગલસાબા અને ધંધુકાના પશ્ચિમ વિસ્તારમાં માઈનોર કેનાલ છે. પણ તેમાં પાણી નર્મદાનું પહોચેલ નથી. જેના લીધે ખેડુતોમાં અસંતોષની લાગણી સાંભળવા મળે છે.
જો માઈનોર કેનાલમાં પાણી ન પહોંચતું હોય તો આ પાણી લીંબડી-વલભીપુર બ્રાંચ કેનાલમાંથી પાટણા ગામ પાસે કેનાલમાં મુકેલ ગેર છે. ત્યાંથી એક સેપ્ટ મુકી જો ભાદર નદીમાં આ કેનાલનું પાણી છોડવામાં આવે તો પાંચ ગામના ખેડુતોને સિંચાઈ માટે પાણી મળી શકે તેમ છે. જો ભારદ નદીમાં લીંબડી- વલભીપુર કેનાલનું પાણી છોડવામાં આવે તો આ ગામોની સીમાના ખેતરો – વાડીઓના કુવાના પાણીના તળ ઉંચા આવી શકે તેમ છે. અને સિંચાઈ થઈ શકે તેમ છે.