વેરાવળ તા. પ-૧ર-ર૦૧૮ના રોજ રાત્રે દસ વાગ્યે સુન્ની મર્કઝ અરબ ચોકમાં એક અઝીમુશ્શાન વાઈઝનું પ્રોગ્રામ રાખવામાં આવેલ છે. જશને ઈદે મીલાદુન્નનબી તેમજ મદ્રસ-એ- ગૌષિયાની નવી ઈમારતનું ઉદ્દઘાટન પ્રસંગે નબીરએ ગૌહરપીયા, શહેઝાદએ ઝહીરે મીલ્લત, સૈયદ આલે મુસ્તફા ઉર્ફે દાદાબાપુ જાફરાબાદ વાળા તેમજ ખલીફએ તાજુશ્શરીયા, કાઝીએ ગુજરાત સૈયદ સલીમબાપુ, જામનગર બેડી તથા શહેઝાએ મુફતીએ સોરાષ્ટ્ર, મૌલાના ગુલામમોહંમદ ધોરાજી, બુલબુલે બાગે મદિના સૈયદ તાહીરમીયા બાપુ નાતે રસુલ પેશ કરશે. આ પ્રોગ્રામનું સંચાલન મૌલાના નજમુલહુદા ઈમામ અરબચોક મસ્જીદ સંભાળશે. આ પ્રોગ્રામના મુખ્ય મહેમાન તરીકે હાજી જાવીદભાઈ, હાજી જુનેદ નુરાની ધોરાજીવાળા, હાજી શબ્બીર, હાજી એ. મજીદ વાઘરીયા, ખીજરભાઈ અ. સતાર નવીવાલા આ ઉદ્દઘાટન પ્રસંગે તમામ સુન્ની મુસ્લિમ ભાઈઓને બહોળી સંખ્યામાં ઉપસ્થિત રહેવા સુન્ની મુસ્લિમ જમાતના પ્રમુખ હાજી અ. મજીદ દિવાન નુરીએ અનુરોધ કરેલ છે.