બોટાદમાં ભાભણ રોડ પર રહેતી ૬ વર્ષ ની માસુમ બાળકી ને કોઈ અજાણ્યા શખ્સે પતંગ આપવાની લાલચ આપી અવાવરુ જગ્યા પર લઈ જઈ દુષ્કર્મ આચર્યું હતુ આ ઘટના ને લઈ સમગ્ર પંથકમાં અરેરાટી વ્યાપી જવા પામી જિલ્લા પોલીસ વડા હર્ષદ મહેતા દ્વારા આરોપીને પકડવા ઝીણવટ ભરી તપાસ ના આદેશો અપાયા છે અને જિલ્લાની તમામ પોલીસ દ્વારા આરોપીને પકડવા ચક્રો ગતિમાન કર્યા છે
ત્યારે આજે બીજો સ્કેચ જે સાક્ષી છે તેના વર્ણન ઉપરથી બનાવવામાં આવ્યો છે જે આજે મીડિયા દ્વારા જાહેર કરવામાં આવ્યો છે જો આવો કોઈ શકમંદ ક્યાંય પણ જોવામાં આવે તો બોટાદ પોલીસ નો સંપર્ક કરવા જણાવાયું છે.