જાફરાબાદ તાલુકા પંચાયત ઉપપ્રમુખ હાલ ઈન્ચાર્જ પ્રમુખ કરણભાઈ બારૈયા તેમજ ભાજપના બાધુબેન મનુભાઈ મકવાણાને ગાંધીનગરથી સસ્પેન્સ કરાયા બન્ને ભાજપના સભ્યો હોય કોંગ્રેસમાં પક્ષાંતર કરતા લેવાયેલ નિર્ણય કોર્ટના દ્વાર ખટખટાવવા ચક્રોગતિમાન કર્યા. ઉપપ્રમુખ હાલ ઈન્ચાર્જ પ્રમુખ કરણભાઈ બારૈયા અને બાધુબેન મનુભાઈ મકવાણા જેઓ ભાજપના મેન્ડેડ પર ચૂંટણી લડી વીજેતા બનેલ અને ૮ ભાજપ અને ૮ કોંગ્રેસની સીટો આવતા કરણભાઈ બારૈયા અને ભાજપના બાધુબેન મનુભાઈ મકવાણાએ ભાજપ છોડી કોંગ્રેસ પક્ષે ગયા હોવાને કારણે ભાજપના આગેવાનોએ ગાંધીનગર રજુઆત કરતા પક્ષ પલ્ટો ધારા અન્વયે ગાંધીનગરથી કાયદાકીય રીતે બન્ને સદસ્યોને સસ્પેન્સ કરાતા ખળભળાટ ચી ગયો છે કરણ પટેલ કહેલ કે હું કોળી સમાજનો રર વર્ષ પટેલ રહ્યો ભાજપ પક્ષે રહી જાફરાબાદ નગરપાલિકા પ્રમુખ પણ રહેલ અને હું ભાજપ પક્ષે ઘણી સેવા બજાવેલ આ તમામ પાસાઓને ભાજપ પક્ષે નોંધ લેવાવી જોઈએ તે નોંધ નહીં લેવાતા આ સસ્પેન્સ ઓર્ડર સામે અમો કોર્ટના દ્વાર ખખડાવીશું તેમ કહેલ.