રાજુલા નજીક આદસંગ ધામે તેમજ જાફરાબાદના નાગેશ્રી ગામે સમર્થ સંત શિરોમણી ઉદાસી પુજય પ્રેમદાસ બાપુની ૭૬મી નિર્વાણ તિથિનું ભવ્યાતિ ભવ્ય આયોજન ધામધમુથી થયું.
સમર્થ ઉદાસી સંત શિરોમણી પુજય પ્રેમદાસબાપુની ૭૬મી નિર્વાણ તિથીનું રાજુલા નજીક આદસંગ ધામે તેમજ જાફરાબાદના નાગેશ્રી ગામે સંત કોટી આત્મા સ્વ. નાજાબાપુ વરૂ પરિવાર દ્વારા ભવ્ય આયોજન થયું જેમાં આદસંગ ધામે બારોટ ઘનશ્યામભાઈ તથા બાબભાઈ બારોટ પરિવાર દ્વારા ૭૬મી નિર્વાણ તિથીનો લાભ લીધો અને ર હજાર ઉપરાંત ઉદાસી પ્રેમદાસ બાપુના સેવક સમાજ હરીહર મહાપ્રસાદનો લાભ લીધો જેમાં સવારે સમાધી પુંજન બપોરે અને રાત્રે મહાપ્રસાદનો લાભ લીધો જેમાં સવારે સમાધી પુંજન બપોરે અને રાત્રે મહાપ્રસાદ તેમજ આજે એટલે તા. ૪-૧રના રોજ રાત્રે મહા સંતવાણી કાર્યક્રમ જેમાં ભજન સમ્રાટ લક્ષ્મણ બાપુ બારોટ, બીરજુ બારોટ, અરવિંદ બારોટ, ધર્મેશ બારોટ અને મેરાણભાઈ ગઢવીનો સંતવાણી કાર્યક્રમ યોજાશે. તેમજ નાગેશ્રી નાજાબાપુ વરૂ પરિવાર દ્વારા જયા પ્રેમદાસબાપુએ ૮૦ વર્ષ પહેલા ચેતન ઘુણો કરેલ તે નાજાબાપુની વાડીમાં બહોળી સંખ્યામાં વરૂ પરિવાર ઉપસ્થિત તેમજ ઉદાસી દરેક જ્ઞાતિ પરિવાર ઉપસ્થિત રહી મહાપ્રસાદનું આયોજન કરેલ જેમાં માજી ધારાસભ્ય પ્રતાપભાઈ વરૂ, સુખાભાઈ વરૂ, મહેશભાઈ વરૂ, માજી સરપંચ અજયભાઈ વરૂ, સુરેશભાઈ વરૂ ભરતભાઈ વરૂ તથા સમસ્ત વરૂ પરિવારતેમજ આદસંગ ગામે રાજુલા બારોટ સમાજ, મહુવા, સાવરકુંડલા, રાજકોટ, કચ્છ, જુનાગઢ, પોરબંદર, જામનગર, અમદાવાદ, ગીર સોમનાથ, ભાવનગર, તળાજા સહિત ૧૦૦૦ એક હજારરહ્યા હતાં.