રાજ્યભરમાં ફુલ ગુલાબી ઠંડીનો માહોલ

875
guj24112017-9.jpg

અમદાવાદ સહીત રાજ્યભરમાં ફુલ ગુલાબી ઠંડીનો માહોલ જામ્યો છે. ત્યારે કચ્છના નલિયામાં એકદમ જ ઠંડીનો પારો ગગડી ગયો છે અને નલિયાના લોકો કડકડતી ઠંડીનો અનુભવ કરી રહ્યા છે. નલિયામાં  લઘુત્તમ તાપમાન ૭.૮ ડિગ્રી નોંધાયું છે અને નલિયા શહેર રાજ્યનું સૌથી ઠંડુ શહેર બન્યુ છે. ચાલુ વર્ષનું પહેલી વખત સૌથી નીચું તાપમાન નલિયામાં નોંધાયુ છે.
કચ્છના નલિયામાં ઠંડીનો પારો ગગળ્યો. ૭.૮ ડિગ્રી સેલ્શિયસ તાપમાન નોંધાયું. કડકડતી ઠંડીનો અનુભવ કરી રહ્યા છે નલિયાના લોકો. ચાલુ વર્ષે સિઝનનો સૌથી નીચો તાપમાન નોંધાયો. નલિયા શહેર રાજ્યનું સૌથી ઠંડુ મથક બન્યું.
કાતિલ બનતી જતી ઠંડીના પગલે અબડાસાના ગરડા પંથક અને ભુજના બન્ની-પચ્છમ સહિતના રણકાંધીના વિસ્તારોમાં રીતસર ‘બોકાસો’ બોલાઈ ગયો છે. ખાસ કરીને, રોજનું કમાઈને રોજનું ખાઈ ફૂટપાથ સૂઈ જનારો શ્રમજીવી વર્ગ કડકડતી ઠંડીમાં હવે ગરમાવા માટે તાપણાં સહિતના હાથવગાં ઉપાયોનો આશરો લઈ રહ્યો છે. ચૂંટણીના ગરમાવા વચ્ચે ગામડાઓમાં રાત્રે તાપણાં બેઠકોનાં સભ્યોની સંખ્યા વધતી જાય છે. કંડલા-ગાંધીધામ સંકુલ સહિતનો સમગ્ર પૂર્વ કચ્છનો વિસ્તાર પણ ઠંડીના સકંજામાં સપડાયો છે. કંડલા ખાતે આજે લઘુત્તમ તાપમાન ૧૫.૫ અને એરપોર્ટ ખાતે ૧૨.૬ ડીગ્રી સેલ્સિયસ નોંધાયું છે. સૌથી ઠંડા શહેર તરીકે નલિયાએ આજે વધુ એકવાર સમગ્ર રાજ્યમાં મોખરે રહ્યું છે. તો, બીજા ક્રમે કંડલા એરપોર્ટ સૌથી ઠંડુ રહ્યું છે. સૌથી ઠંડા ટોપ ફાઈવ સીટીમાં પાંચમા ક્રમે ભુજ રહ્યું છે. કચ્છ ઉપરાંત અમરેલીમાં ૧૨.૮, વલસાડમાં ૧૩.૧ ડીગ્રી સેલ્સિયસ લઘુત્તમ તાપમાન નોંધાયુ છે.
જ્યારે લદ્દાખ સહિતના કાશ્મીર ડિવિઝનમાં લઘુતમ તાપમાન સતત ઘટતા આજે લેહ અને શ્રીનગરમાં સિઝનની સૌથી ઠંડી રાત્રિ અનુભવાઇ હતી. તો જમ્મુ-કાશ્મીર અને રાજસ્થાન સહિત સમગ્ર ઉત્તર ભારતમાં તાપમાન ઘટતા ઠંડીનું પ્રમાણ વધી રહ્યું છે.
લદ્દાખ લેહમાં લઘુતમ તાપમાન માઇનસ ૧૧.૪ ડિગ્રી સેલ્સિયસ નોંધવામાં આવ્યું હતું. બીજી તરફ શ્રીનગરમાં લઘુતમ તાપમાન માઇનસ ૨ ડિગ્રી સેલ્સિયસ નોંધવામાં આવ્યું હતું. કારગીલમાં લઘુતમ તાપમાન માઇનસ ૬.૬ ડિગ્રી સેલ્સિયસ રહ્યું હતું. 
આ ઉપરાંત કાઝીગંદ, કોકેરનાગ, પહેલગામ અને કુપવાડામાં પણ રાત્રિના સમયે તાપમાન શૂન્યની આસપાસ નોંધવામાં આવ્યું હતું.તો હવે રાજસ્થાનમાં પણ ધીમે ધીમે ઠંડી વધી રહી છે. સિકાર અને ચૂરુ જિલ્લામાં તાપમાન ઘટીને ૪.૫ ડિગ્રી સેલ્સિયસ થઇ ગયું હતું. ભિલવાડા, અલવર, શ્રીગંગાનગર અને વનસથાલીમાં તાપમાન અનુક્રમે ૬.૮, ૭, ૭.૪ અને ૭.૯ ડિગ્રી સે. નોંધાયું હતું.
 

Previous articleમતની ગણતરી કરનારાં અધિકારીની પસંદગી સોફ્ટવેર કરશેઃ ચૂંટણીપંચ
Next articleરેલ્વે સ્ટેશનને બોંબથી ઉડાવી દેવાની ધમકી મળતાં ચકચાર