ભાજપના અધ્યક્ષ અમિત શાહ સોમનાથ ખાતે વોક-વેનું ખાતમુહૂર્ત કરશે. રૂ. ૪૫ કરોડના ખર્ચે સોમનાથમાં વોક-વેનું નિર્માણ થશે. આજે સોમનાથ વોક વેનું ખાતમુહૂર્ત હોવાથી અમિત શાહ રાત્રીરોકાણ પણ સોમનાથમાં જ કરશે. ઉલ્લેખનીય છે કે, કરોડોના ખર્ચે આ વોક વેનું નિર્માણ થશે. ત્યારે અમિત શાહના આગમનના પગલે સોમનાથમાં સુરક્ષા વ્યવસ્થા પણ વધારી દેવાઈ છે.
ભાજપના પીઢ નેતા અને પક્ષના રાષ્ટ્રીય અધ્યક્ષ આજરોજ સોમનાથની મુલાકાતે આવવાના છે. તેઓ સોમનાથ આવશે અને રાત્રિ રોકાણ પણ સોમનાથ ખાતે જ કરવાના છે તેવી જાણકારી નજીકના સૂત્રો દ્વારા પ્રાપ્ત થઇ છે.
અમિત શાહ સોમનાથ મહાદેવના સાનિધ્યમાં માથું ઝુંકાવી આવતીકાલે સોમનાથ વોક-વેનું ખાતમુહૂર્ત કરશે. આશરે રૂ.૪૫ કરોડના ખર્ચે આકાર પામનાર સોમનાથ વોક-વે માટે સ્થાનિક વ્યવસ્થા તંત્ર દ્વારા ખાસ તૈયારીઓ આરંભી દેવામાં આવી છે. તો ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ અમિત શાહની મુલાકાતને લઇને ચાંપતો બંદોબસ્ત પણ ગોઠવી દેવામાં આવ્યો છે. આપને જણાવી દઇએ કે, દેશના ૧૨ જ્યોતિર્લીંગ પૈકીના પ્રથમ સ્થાન પામેલ સોમનાથ મંદિરની ઝેડ કેટેગરીની સુરક્ષા ધરાવે છે ત્યારે અમિત શાહની મુલાકાતને પગલે વધુ ખાસ સુરક્ષા બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે.