સરકારી ભરતીની પરીક્ષાની તૈયારીઓ માટેનું હબ કહેવાતા ગાંધીનગરમાં નાના-મોટા ૫૦થી પણ વધુ ક્લાસીસ ચાલે છે. કોઈપણ પરીક્ષામાં ગોટાળા થયા હોવાની વાતો વચ્ચે ગાંધીનગરમાં ચાલતા ક્લાસીસ સંચાલકોની સંડોવણીની પણ ચર્ચા છે. ત્યારે હવે પોલીસ તપાસના ડરથી ગેરંટીથી પાસ થવાની ખાતરી આપતા સંચાલકોમાં ફફડાટ ફેલાય ગયો છે અને આવી ગેરંટી વાળા બેનર્સ હટાવી દીધા છે.
લોક રક્ષકદળ પેપર લીક કેસમાં પણ ક્લાસીસ સંચાલકોની સીધી કે આડકતરી સંડોવણી હોવાની પણ ચર્ચાઓ ચાલી રહી છે. આ અંગે એસપી મયૂર ચાવડાએ પત્રકાર પરીષદ પણ આ દિશામાં પણ પોલીસ તપાસની અને સંડોવણી ખુલે તો પગલાં લેવાની વાત કરી હતી. જેને પગલે હવે ક્લાસીસ સંચાલકોમાં ફફડાટ ફેલાઇ જવા પામ્યો છે. આથી તેઓએ પોતાની ગેરંટીથી પાસ થવાવાળા બેનર્સ રાતોરાત હટાવી લીધા છે. જેથી તેઓ સીધી રીતે પોલીસની નજરમાં ન આવી. જોકે, કેટલાક ક્લાસીસ સંચાલકો કઈપણ ખોટુ ન કર્યું હોવાથી પોલીસ તપાસનો ડર ન હોવાનું પણ કહીં રહ્યાં છે. ગાંધીનગરમાં મોટાભાગના ક્લાસીસમાં અનેક કર્મચારીઓ જ લેક્ચર લેવા માટે જતા હોય છે.
અત્રે ઉલ્લેખનીય છે કે, ક્લાસીસ સંચાલકો આવા કર્મચારીઓના નામ પર જ વિદ્યાર્થીઓને આવા કર્મચારીઓના સક્સેસ ફંડાના નામે આકર્ષતા હોય છે. આવા સંચાલકો અને કર્મચારીઓ મળીને સરકારમાં બહુ મોટી ઓળખાણ હોવાની વાતો કરી વિદ્યાર્થીઓને ભરમાવે છે. ત્યારે પોલીસ સાથે સરકારના સામાન્ય વહીવટી વિભાગે પણ આવા કર્મચારીઓની વેપારી પ્રવૃતિઓ સામે તપાસ કરવી જોઈએ. તેવી શહેરીજનોની માગ છે.
લોકરક્ષક દળ પેપર લીક કેસમાં પણ ક્લાસિસ સંચાલકોની સીધી કે આડકતરી સંડોવણી હોવાની ચર્ચાઓ મોટા પાયે ઉદ્ભવવાથી આવા ક્લાસિસની તપાસ થશે તેવી સંભાવના હોવાથી ક્લાસિસ સંચાલકોમાં ફફડાટ મચી જવા પામ્યો છે. આવા સંચાલકોએ ૧૦૦ ટકા પાસ થવા માટેના બેનર્સ રાતોરાત હટાવી લેવડાવ્યા છે. જેથી તેઓ સીધી રીતે પોલીસની નજરમાં આવી ન શકે. આવા ક્લાસિસોમાં અનેક કર્મચારીઓ લેક્ચર લેવા માટે જતાં હોવાના પ્રમાણ મળવા પામ્યા છે. આવા સંચાલકો અને સરકારી કર્મચારીઓ મળીને સરકારમાં જે તે વિભાગોમાં ઓળખાણ હોવાની વાતો કરી વિદ્યાર્થીઓને ભરમાવે છે જેથી તેઓની તપાસ જરૂરથી થવી જાઈએ.